IPL Mega Auction 2022/ આવેશ ખાન બન્યો IPL ઇતિહાસનો સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી,જાણો વિગત

25 વર્ષીય અવેશ ખાનને IPLની નવી ટીમ લખનૌએ 10 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આ સાથે આવેશ ખાને IPLમાં નવો રેકોર્ડ બનાવ્યો છે.

Top Stories Sports
આવેશ આવેશ ખાન બન્યો IPL ઇતિહાસનો સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી,જાણો વિગત

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 સીઝન માટે મેગા ઓક્શનના પહેલા દિવસે (12 ફેબ્રુઆરી) ઘણા ચોંકાવનારા નામો સામે આવ્યા હતા. તેમાંથી ઝડપી બોલર આવેશ ખાને સૌથી વધુ ચોંકાવી દીધા હતા. તેણે IPLનો મોટો રેકોર્ડ તોડીને ઈતિહાસ પણ રચ્યો છે.

ખરેખર, 25 વર્ષીય અવેશ ખાનને IPLની નવી ટીમ લખનૌએ 10 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આ સાથે આવેશ ખાને IPLમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી બની ગયો છે.

આવેશ ખાને સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી બનીને કૃષ્ણપ્પા ગૌતમનો રેકોર્ડ તોડ્યો છે. કૃષ્ણપ્પાને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ 2021 IPL સિઝનમાં રૂ. 9.25 કરોડની બોલી પર ખરીદ્યો હતો. કૃષ્ણપ્પા પણ અનકેપ્ડ ખેલાડી હતા. IPL 2022 સીઝનની મેગા ઓક્શન માટે અવેશ ખાનની બેઝ પ્રાઈસ 20 લાખ રૂપિયા હતી. તેને લખનઉની ટીમે 50 ગણી વધુ કિંમત આપીને ખરીદ્યો હતો.

આવેશ ખાન ગત સિઝનમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમ્યો હતો. દિલ્હી ફ્રેન્ચાઈઝી દ્વારા અવેશને રિલીઝ કરવામાં આવ્યો હતો. આ ફાસ્ટ બોલરે ગત IPL સિઝનમાં 16 મેચમાં 24 વિકેટ ઝડપી હતી. અવેશ ખાન ગત સિઝનમાં પર્પલ કેપ રેસમાં બીજા ક્રમે રહ્યો હતો. અવેશ આઈપીએલમાં અત્યાર સુધી 25 મેચ રમી ચૂક્યો છે જેમાં તેણે 29 વિકેટ ઝડપી છે. અવેશ અત્યાર સુધી આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી ક્રિકેટ રમી ચૂક્યો છે. દિલ્હી તેની બીજી ટીમ હતી.

જે ખેલાડીઓ તેમની રાષ્ટ્રીય ટીમ માટે કોઈપણ ફોર્મેટ (ટેસ્ટ, ODI, T20)માં એક જ મેચ રમે છે તેમને કેપ્ડ ખેલાડીઓની શ્રેણીમાં રાખવામાં આવે છે. તેનાથી વિપરિત, જે ખેલાડીઓને કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમવાની કે તેમની રાષ્ટ્રીય ટીમમાં ડેબ્યૂ કરવાની તક નથી મળી, તેઓ અનકેપ્ડની શ્રેણીમાં છે.