પરિણામ/ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભગવો લહેરાયો

ભારતીય જનતા પાર્ટી (BJP) એ ફરી ગાંધીનગર કોર્પોરેશન પર કબજો કરી લીધો છે. અત્યાર સુધીમાં 44 બેઠકોમાંથી 41 બેઠકો પર ભગવો લહેરાયો છે.

Top Stories Gujarat Others
11 65 ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભગવો લહેરાયો
  • ગાંધીનગર મનપા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત
  • 44 માંથી 41 બેઠકો પર લહેરાયો ભગવો
  • કોંગ્રેસને બે તો આપ ને ફાળે માત્ર એક બેઠક મળી
  • BR-CRની જોડીએ મચાવી કમાલ
  • કમલમ ખાતે વિજયોત્સવનો કાર્યક્રમ
  • CM પટેલ-પાટીલ બંને સાથે રહેશે હાજર
  • મોટી સંખ્યામાં ભાજપનાં કાર્યકરો ઉમટયા

ભારતીય જનતા પાર્ટી (BJP) એ ફરી ગાંધીનગર કોર્પોરેશન પર કબજો કરી લીધો છે. અત્યાર સુધીમાં 44 બેઠકોમાંથી 41 બેઠકો પર ભગવો લહેરાયો છે. વળી કોંગ્રેસને બે અને આપ ને ફાળે એક બેઠક મળી છે.

આ પણ વાંચો – પરિણામ / ગાંધીનગરમાં ભાજપ પહેલીવાર બહુમતીથી સત્તા તરફ, કમલમમાં 12.30 વાગ્યે વિજયોત્સવ મુખ્યમંત્રી હાજર રહેશે

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનાં કાર્યકરો અને સમર્થકો પાર્ટીની પ્રભાવશાળી જીતની ઉજવણી કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન થયું હતું. મતદાન અગાઉ એપ્રિલમાં થવાનું હતું, પરંતુ કોવિડ-19 મહામારીનાં કારણે તેને મુલતવી રાખવામાં આવ્યું હતું. રવિવારે ગાંધીનગરનાં મતદારોએ શહેરની સરકારને ચૂંટવા માટે તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આજે પરિણામ જાહેર થઈ રહ્યા છે, જેમાં ભાજપને બમ્પર જીત મળી છે. ગાંધીનગરમાં કુલ 2.8 લાખ નોંધાયેલા મતદારો છે. વોર્ડની સંખ્યા, જેમાં દરેકમાં ચાર બેઠકો છે, જે 2016 માં આઠથી વધીને હવે 11 થઈ ગઈ છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપને 16-16 બેઠકો મળી હતી. હવે સીમાંકન અને વધુ વિસ્તારો ઉમેરવાને કારણે વોર્ડની સંખ્યા વધી છે.

આમ આદમી પાર્ટીએ આ પહેલીવાર ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં જંપ લાવ્યો હતો. કહેવાતુ હતુ કે, આમ આદમી પાર્ટી આ વખતે ભાજપ અને કોંગ્રેસને ટક્કર આપશે પરંતુ તેમ ન બન્યુ. ગાંધીનગર મનપામાં આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવ્યું છે. વોર્ડ નંબર 6 માં ભાજપની પેનલ તૂટી છે. વોડ નંબર 6 માં ભાજપમાં ગૌરાંગ રવિન્દ્ર વ્યાસ, પ્રેમલતા મહેરિયા અને ભાવનાબેન ગોલની જીત થઈ છે. વોર્ડ નંબર 6માં આપ નાં તુષાર પરીખની જીત થઈ છે. વોડ નંબર 6 માં ભાજપની પેનલ તૂટી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ…