શુક્રવારે જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદી ઠાર માર્યા ગયા હતા અને આર્મીના જવાન પણ શહીદ થયા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પુલવામા જિલ્લાના રાજપુરાના હાજિન ગામમાં સુરક્ષા દળોએ કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. આતંકીઓ સુરક્ષા દળો પર ફાયરિંગ કરતા આ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાયું હતું. સુરક્ષા દળોએ પણ ફાયરિંગનો વળતો જવાબ આપ્યો હતો.
પ્રારંભિક ગોળીબારમાં એક જવાન ઘાયલ થયા હતા, તેમનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું. વધારાના જવાનોને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા અને એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા . માર્યા ગયેલા આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા સાથે સંબંધિત હતા. તેમણે કહ્યું કે કામગીરી હજી ચાલુ છે અને વિગતોની રાહ જોવાઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા એક અઠવાડિયામાં આતંકવાદી ઘટનાઓ વધી ગઇ છે. આ ખાણ વિસ્તારમાં હાલ આર્મી આતંકવાદીઓના સફાયો કરવામાં કામે લાગી છે. સર્ચ આેપરેશન હાથ ધરવામાં આવ્યું છે.