Not Set/ પંજાબના મુખ્યમંત્રી ચન્નીએ બાળકોને ખુશ કરી દીધા,જાણો કેવી રીતે…

મેં કેટલાક બાળકોને હેલિકોપ્ટર પાસે રમતા જોયા. હું નાનો હતો ત્યારે પ્લેન જોતો અને વિચારતો કે કોઈ દિવસ હું પણ તેમાં બેસીશ

Top Stories India
cm 3 પંજાબના મુખ્યમંત્રી ચન્નીએ બાળકોને ખુશ કરી દીધા,જાણો કેવી રીતે...

પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની પોતાના હેલિકોપ્ટરમાં બાળકોને બેસાડયા અને ખુશ કરી દીધા હતા. વાસ્તવમાં મેરિંડામાં હેલિપેડ પાસે કેટલાક બાળકો રમી રહ્યા હતા. સીએમ ચન્ની જ્યારે હેલિકોપ્ટરમાં ચડવા પહોંચ્યા તો બાળકોને જોઈને તેમનું બાળપણ યાદ આવી ગયું કે કેવી રીતે તેઓ આકાશમાં ઉડતા પ્લેનમાં બેસવાના સપના જોતા હતા. ત્યારપછી સીએમ ચન્ની હેલિકોપ્ટરમાં આકાશની આસપાસના તમામ બાળકોને હેલિકોપ્ટરમાં લઇ ગયા અને પછી તેમને પાછા ત્યાં મૂકી ગયા.

હેલિકોપ્ટર દ્વારા બાળકોને આકાશના રાઉન્ડ મરાવ્યા હતા આ માહિતી ખુદ સીએમ ચરણજીત ચન્નીએ ટ્વિટ કરીને આપી હતી. ચન્નીએ ટ્વીટ કરીને કહ્યું કે, “મોરિંડાની મુલાકાત દરમિયાન મેં કેટલાક બાળકોને હેલિકોપ્ટર પાસે રમતા જોયા. હું નાનો હતો ત્યારે પ્લેન જોતો અને વિચારતો કે કોઈ દિવસ હું પણ તેમાં બેસીશ. આ વાતને યાદ કરીને મેં ગામના બાળકોને બોલાવ્યા અને તેમનું સ્વપ્ન સાકાર કર્યું.

સીએમ ચન્નીએ ટ્વિટર પર હેલિકોપ્ટરમાં તેમની સાથે બેઠેલા બાળકોની કેટલીક તસવીરો પણ શેર કરી છે. તેમણે કહ્યું કે આ બાળકો સાથેની વાતચીત દરમિયાન તેમને સમજાયું કે પંજાબમાં પ્રતિભાની કોઈ કમી નથી, માત્ર માર્ગદર્શનની જરૂર છે. તેણે કહ્યું કે હું પંજાબના તમામ બાળકોને વચન આપું છું કે હું તેમના સારા ભવિષ્ય માટે સખત મહેનત કરીશ.