Not Set/ નંદીગ્રામથી હારી ગયા બાદ પણ મમતા બેનર્જી બની શકે છે CM, જાણો કેવી રીતે?

દેશમાં કોરોનાવાયરસ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્ય છે. તેમ છતા ગઇ કાલે એટલે કે રવિવારે પશ્ચિમ બંગાળનાં પરિણામ વિશે લોકો જાણવા ઉત્સુક દેખાઇ રહ્યા હતા. પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી વિધાનસભાની ચૂંટણીમાં શાનદાર વિજય નોંધવામાં સફળ રહ્યા છે.

Trending
123 27 નંદીગ્રામથી હારી ગયા બાદ પણ મમતા બેનર્જી બની શકે છે CM, જાણો કેવી રીતે?

દેશમાં કોરોનાવાયરસ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્ય છે. તેમ છતા ગઇ કાલે એટલે કે રવિવારે પશ્ચિમ બંગાળનાં પરિણામ વિશે લોકો જાણવા ઉત્સુક દેખાઇ રહ્યા હતા. પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી વિધાનસભાની ચૂંટણીમાં શાનદાર વિજય નોંધવામાં સફળ રહ્યા છે.

પ.બંગાળ પરિણામ / સુવેન્દુ અધિકારીની કાર પર હુમલા બાદ પ્રતિક્રિયા- TMC બંગાળમાં આતંકનું વાતાવરણ બનાવી રહી છે

તૃણમૂલ કોંગ્રેસ સતત ત્રીજી વખત રાજ્યની સત્તા સંભાળશે. જો કે, મમતા બેનર્જી પોતે નંદીગ્રામની બેઠક ગુમાવી ચૂક્યા છે. તેમના ખાસ રહી ચૂકેલા સુવેન્દુ અધિકારીએ કાંટાની ટક્કરમાં તેમને નાના માર્જિનથી હરાવી દીધા છે. સુવેન્દુની જીત બાદ મમતા બેનર્જીએ હવે કોર્ટનો રસ્તો પસંદ કર્યો છે. રસપ્રદ વાત એ છે કે ટીએમસી સુપ્રીમો ભલે ચૂંટણી હારી ગયા હોય, પરંતુ તેમને મુખ્ય પ્રધાન બનવાની દિશામાં કોઈ મુશ્કેલી રહેશે નહી. ભારતીય બંધારણનાં આર્ટિકલ 164 હેઠળ તેઓ મુખ્યમંત્રી પદે શપથ લઈ શકે છે. આર્ટિકલ 164(4) કહે છે કે, ‘કોઈ મંત્રી જે સતત છ મહિના સુધી રાજ્યનાં વિધાનમંડળનાં સભ્ય ન હોય, તેમને પદ છોડવું પડશે.’ જેનો અર્થ છે કે, મમતા બેનર્જીએ છ મહિનાની અંદર કોઇ વિધાનસભા બેઠક જીતવી પડશે. જણાવી દઇએ કે, 2011માં મમતા બેનર્જીએ જ્યારે પહેલીવાર મુખ્યમંત્રી પદનાં શપથ લીધા ત્યારે તે સંસદસભ્ય હતા. તેમણે વિધાનસભાની ચૂંટણી લડી નહોતી. થોડા મહિના પછી, તે ભવાનીપુરથી ચૂંટાયા હતા.

પ.બંગાળ પરિણામ / નંદીગ્રામમાં હાર બાદ દીદી ભડક્યા, કહ્યુ- ચૂંટણી પંચે ભાજપનાં પ્રવક્તા તરીકેની ભૂમિકા ભજવી અને હવે…

કોંગ્રેસનાં નેતા અને કાયદાકીય નિષ્ણાત અભિષેક સિંઘવીએ કહ્યું હતું કે, ‘મમતા બેનર્જીનાં મુખ્યમંત્રી બનવા અને છ મહિનાની અંદર ચૂંટાઇને આવા અંગે કોઈએ પણ કાયદેસર અને નૈતિક રીતે વાંધો ઉઠાવવો ન જોઈએ. જો કોઈ તેને મુદ્દો બનાવે છે, તો તે ભારતીય બંધારણ વિશેની તેમની જાણકારીનાં અભાવને પ્રતિબિંબિત કરશે. નોંધપાત્ર વાત એ છે કે, બંગાળમાં ટીએમસી સતત ત્રીજી વખત સરકાર બનાવશે. આ જીતથી મમતા બેનર્જી રાષ્ટ્રીય સ્તરે બિન-ભાજપ, બિન-કોંગ્રેસ જૂથમાં સ્થાપિત થયા છે. સંપૂર્ણ ચૂંટણીમાં તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપનાં રાષ્ટ્રીય નેતાઓને પડકારતા જોવા મળ્યા હતા. મમતા બેનર્જીએ પોતાને ‘બંગાળની પુત્રી’ તરીકે ઓળખાવી અને એન્ટી ઇન્કમ્બન્સીને ઘટાડવામાં સફળ રહ્યા હતા.

Untitled 1 નંદીગ્રામથી હારી ગયા બાદ પણ મમતા બેનર્જી બની શકે છે CM, જાણો કેવી રીતે?