Not Set/ સુરત : પાસ કન્વીનર અલ્પેશ કથિરીયા પર ચાકુ વડે કરાયો જીવલેણ હુમલો

સુરત, પાટીદાર આંદોલન સમિતિના નેતા અલ્પેશ કથિરીયા પર ઘર નજીક જ ચાકુ વડે જીવલેણ હુમલો કરાયા હોવાની ઘટના સામે આવી છે. પાસ કન્વીનર અલ્પેશ દ્વારા ભાજપના યુવા નેતા અભિ જીરા અને તેના સાથીદારો દ્વારા આ હુમલો કરાયા હોવાનું જણાવવામાં આવ્યું છે. બીજી બાજુ ભાજપના યુવા નેતા દ્વારા આ હુમલો કરાયા હોવાની માહિતી બાદ રાજકારણમાં પણ […]

Top Stories Gujarat Surat Trending
wotmeuwkly 1498625919 સુરત : પાસ કન્વીનર અલ્પેશ કથિરીયા પર ચાકુ વડે કરાયો જીવલેણ હુમલો

સુરત,

પાટીદાર આંદોલન સમિતિના નેતા અલ્પેશ કથિરીયા પર ઘર નજીક જ ચાકુ વડે જીવલેણ હુમલો કરાયા હોવાની ઘટના સામે આવી છે. પાસ કન્વીનર અલ્પેશ દ્વારા ભાજપના યુવા નેતા અભિ જીરા અને તેના સાથીદારો દ્વારા આ હુમલો કરાયા હોવાનું જણાવવામાં આવ્યું છે.

બીજી બાજુ ભાજપના યુવા નેતા દ્વારા આ હુમલો કરાયા હોવાની માહિતી બાદ રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અલ્પેશ કથિરીયા પર અભિ જીરા અને તેના સાથીદારો દ્વારા નાના વરાછા સ્થિત તાપી દર્શન સોસાયટી નજીક જ આ હુમલો કરાયો હતો.

જો કે ત્યારબાદ અલ્પેશે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

https://twitter.com/HardikPatel_/status/1006198963471568899

અલ્પેશ પર થયેલા જીવલેણ હુમલા બાદ પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે આ હુમલાને વખોડતા એક શરમજનક ઘટના ગણાવી હતી.

અલ્પેશ કથિરીયા પર થયેલા આ હુમલા બાદ પાસના કાર્યકર્તાઓ દ્વારા એસ ટી બસોમાં તોડફોડ કરવામાં આવી છે તેમજ તુફાનની શક્યતાને જોતા સુરક્ષાના કારણોસર BRTSના રૂટ પણ બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કાપોદ્રા પોલીસ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં પાસના કાર્યકરો પણ ઉમટી પડ્યા હતા.