Accident/ વડોદરા : ટ્રકચાલકોની બેદરકારીએ સર્જયા અકસ્માત, બાઈકને અડફેટે લેતા બાળકો સામે થયું માતા-પિતાનું મૃત્યુ, ભિક્ષુક પર પૈડાં ફરી વળ્યા

રાજ્યમાં દિવસને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી છે. લોકોમાં વાહન ચલાવવામાં લાપરવાહી અને બેદરકારી વધતા માસૂમ લોકો ભોગ બની રહ્યા છે.

Top Stories Gujarat Vadodara
Mantay 25 વડોદરા : ટ્રકચાલકોની બેદરકારીએ સર્જયા અકસ્માત, બાઈકને અડફેટે લેતા બાળકો સામે થયું માતા-પિતાનું મૃત્યુ, ભિક્ષુક પર પૈડાં ફરી વળ્યા

વડોદરના ડભોઈ તાલુકામાં ટ્રકચાલકે બાઈકસવારને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં બાઈકચાલક અને તેની પત્નીનું ગંભીર ઈજાને પગલે મૃત્યુ થયું. બાઈક સવાર પત્ની અને બે બાળકો સાથે સાળીના ઘરે ગયો હતો. ત્યાંથી ઘરે પરત ફરતા પુરઝડપે આવતી ટ્રકે બાઈકસવારને અડફેટે લીધો. બાઈક પર તેની પત્ની અને બે પુત્રો પણ હતા. અકસ્માતને પગલે બાઈક ચાલક અને તેની પત્નીને ગંભીર ઇજા પંહોચી હતી જ્યારે બાળકોનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાની સ્થાનિકોએ જાણ કરતાં પોલીસ ઘટના સ્થળ પર પંહોચી હતી.

આ ઘટનાની પ્રાપ્ત માહિતી મુજબ બાઈક ચાલક ડભોઈ તાલુકાના ભીલાપુર ગામનો રહેવાસી છે. 24 વર્ષીય વિક્રમ દલસુખભાઈ રાઠોડ રતનપુરની એક મોટી કંપનીમાં નોકરી કરે છે. ગત રોજ વિક્રમ પોતાની પત્ની આરતી અને 3 વર્ષની દિકરી તેમજ 11 માસના પુત્ર સાથે મોટરસાયકલ પર ભીલાપુર પોતાની સાસરીમાં જવા નીકળ્યા હતા. દરમ્યાન પૂરપાટવેગે આવતા ટ્રકે બાઈક પર સવાર પરિવારને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ગંભીર અકસ્માતમાં પતિ-પત્નીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે 3 વર્ષની પુત્રી અને 11 માસના પુત્રનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત થતા સ્થાનિકોનું ટોળું ભેગું થતા ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે ગંભીર અકસ્માતનો ગુનો નોંધી ભાગી ગયેલ ટ્રક ડ્રાઈવરને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

વડોદરામાં અન્ય એક અકસ્માત સર્જાયો છે જેમાં ટ્રક ચાલકની બેદરકારી સામે આવી છે. મકરપુરા GIDC  વિસ્તારમાં ટ્રક ચાલકે રસ્તો ઓળંગતા ભિક્ષુકને કચડી નાખતા ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું. આ સમગ્ર ઘટનાના CCTVમાં કેદ થઈ છે.  ટ્રક ચાલકે ભિક્ષુકને કચડીના ખ્યાના CCTVમાં ફુટેજ આવતા માંજલપુર પોલીસે કાર્યવાહી કરતા ટ્રક ચાલકની ધરપકડ કરી છે.

રાજ્યમાં દિવસને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી છે. લોકોમાં વાહન ચલાવવામાં લાપરવાહી અને બેદરકારી વધતા માસૂમ લોકો ભોગ બની રહ્યા છે. એક બાજુ સરકાર હાઈવે અને માર્ગોને સુવિધાથી સજ્જ કરવા પ્રયાસ કરી રહી છે. છતાં લોકોમાં ટ્રાફિક સેન્સનો અભાવ અને વધુ પડતી ઉતાવળ તેમજ વધુ સ્પીડનો શોખ લોકોના મૃત્યુનું કારણ બની રહ્યો છે. આ મામલે વહીવટી તંત્ર તેમજ લોકોએ સહિયારા પ્રયાસ કરતા અકસ્માતોની ઘટનાને રોકી શકાય છે.