દેશમાં સતત વધી રહેલા કોરોનાનાં કેસો વચ્ચે ઘણા લોકો આજે પણ બેદરકારી દાખવી રહ્યા છે. દિલ્હીનાં દરિયાગંજ વિસ્તારમાં રવિવારે એક મહિલા માસ્ક ન પહેરવાની જીદ સાથે પોલીસની સામે બબાલ કરવા લાગી ગઇ હતી. આભા યાદવ નામની મહિલા તેના પતિ પંકજ દત્તાની સાથે વીકેન્ડ કર્ફ્યુમાં ફરી રહી હતી. મહિલા તેના પતિ સાથે માસ્ક વિના હતી, જ્યારે પોલીસે તેને અટકાવી, ત્યારે ભૂલ સ્વીકારવાને બદલે, તે પોલીસ સાથે ઝગડો કરવા લાગી હતી.
Covid-19 / ઓક્સિજન અને રેમડેસિવિર ઇન્જેક્શનને લઇને કેજરીવાલ સરકારનો મહત્વનો નિર્ણય
આ મહિલાનો પોલીસ સાથે થયેલો ઝઘડોનો વીડિયો આજે વાયરલ થયો છે. જેમાં મહિલા અને તેનો પતિ પોલીસ કર્મચારીઓ સાથે દુર્વ્યવહાર કરતા જોવા મળી રહ્યા છે. મહિલાએ પોલીસ કર્મચારીઓને કહ્યું કે કોઈ કોરોના નથી. અકારણ જ લોકોને પરેશાન કરવામાં આવી રહ્યા છે. મહિલાએ કહ્યું કે તે માસ્ક નહીં પહેરે, આ મારો પતિ છે, મને મન થશે તો હું તેને કિસ પણ કરીશ. તેના પતિએ પોલીસ કર્મીઓને કહ્યું કે તમે મારી કાર કેવી રીતે રોકી શકો? પોલીસ કર્મચારીઓનું કહેવું છે કે, મહિલા કોઈ કર્ફ્યુ પાસ વગર રસ્તે નિકળી રહી હતી. બંનેએ પોલીસ કર્મીઓને ધમકી આપી હતી અને કહ્યું હતું કે, કારને હાથ લગાવીને બતાવો અને ચલણ કાપીને બતાવો? પોલીસે મહિલા સ્ટાફને પોલીસ સ્ટેશનથી બોલાવી કલમ 188 અને 51 બી ડીડીએમએ હેઠળ ગુનો નોંધ્યો છે.
#WATCH | A couple misbehaved with Delhi Police personnel in Daryaganj area earlier today after they were stopped & asked the reason for not wearing face masks.
"An FIR under various sections of IPC has been lodged against them," say police.
(Video source – Delhi Police) pic.twitter.com/hv1rMln3CU
— ANI (@ANI) April 18, 2021
શરમજનક ઘટના / વોર્ડ બોયે કોરોના પોઝિટિવ મહિલા પર દુષ્કર્મનો કર્યો પ્રયત્ન
આપને જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાનાં 25,462 નવા કેસ સામે આવ્યા છે. આ સમયગાળા દરમિયાન 161 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દિલ્હીમાં સંક્રમણનો દર હજી 30 ટકા છે. કથળેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે દિલ્હીમાં વીકએન્ડ કર્ફ્યુ લગાવી દીધો છે. નોંધપાત્ર વાત એ છે કે રવિવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં સતત ચોથા દિવસે 2 લાખથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 2 લાખ 73 હજાર 810 નવા કેસ નોંધાયા છે. કોરોનાની બીજી લહેરમાં પરિસ્થિતિ વધુ ને વધુ ખરાબ થઈ રહી છે.

