Not Set/ વોર્ડ બોયે કોરોના પોઝિટિવ મહિલા પર દુષ્કર્મનો કર્યો પ્રયત્ન

દેશમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આજે આપણો દેશ આ મહામારીની ઝપટમાં આવી ગયો છે. લાખો લોકો કોરોનાનો શિકાર બની રહ્યા છે. સેંકડો લોકો મોતને ભેટી ચુક્યા છે. મધ્યપ્રદેશ પણ આ મુશ્કેલીને ભોગવી રહ્યું છે.

India

દેશમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આજે આપણો દેશ આ મહામારીની ઝપટમાં આવી ગયો છે. લાખો લોકો કોરોનાનો શિકાર બની રહ્યા છે. સેંકડો લોકો મોતને ભેટી ચુક્યા છે. મધ્યપ્રદેશ પણ આ મુશ્કેલીને ભોગવી રહ્યું છે. દરમિયાન અહી એક વોર્ડ બોય દ્વારા કોરોના દર્દી પર દુષ્કર્મનો પ્રયત્ન કરવાની ઘટના સામે આવી રહી છે.

રાજકારણ / લોકડાઉન લાગશે કે નહી હવે રાજ્ય સરકારો કરશે નિર્ણય : અમિત શાહ

આપને જણાવી દઇએ કે, હાલમાં કોરોનાનાં કારણે મેડિકલ સ્ટાફ કોરોનાથી પીડિત દર્દીઓની સેવામાં વ્યસ્ત છે, ત્યારે ઘણા એવા લોકો પણ છે કે જેઓ આવા કપરા સમયે પણ પોતાની હેવાનિયતને ઉજાગર કરી રહ્યા છે. મદ્ય પ્રદેશમાંથી આવી જ એક ઘટના સામે આવી છે, જ્યા એક વોર્ડ બોયે કોરોના વાયરસનાં દર્દી પર દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. હેવાનિયતની વ્યાખ્યા દર્શાવતા આ વોર્ડ બોયે કોરોના દર્દીને પકડી લીધી હતી. પણ બન્યુ એવુ કે તે આ કરવામાં સફળ થઈ શક્યો નહીં. મામલો મધ્યપ્રદેશનાં ગ્વાલિયરનો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અહીં એક હોટલને કોવિડ હોસ્પિટલમાં રૂપાંતરિત કરવામાં આવી છે. અહીં ઘણા દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. અહીં કોરોના ચેપગ્રસ્ત અન્ય એક દર્દીને પણ દાખલ કરવામાં આવી હતી. યુવતીની સારવાર ચાલી રહી હતી. એવો આરોપ છે કે આ દરમિયાન, એક વોર્ડ બોયે તેની સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. આપને જણાવી દઇએ કે, આ મહિલાની તબિયત કોરોનાને કારણે વધુ ખરાબ થઇ હતી, તેથી તેને 16 એપ્રિલે ગ્વાલિયરની લોટસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અહીંથી તેને કોવિડ સેન્ટર હોટલમાં દાખલ કરવામાં આવી હતી. મહિલાનાં જણાવ્યા અનુસાર શનિવારે રાત્રે 11 વાગ્યે વોર્ડ બોયએ ચેકઅપનાં બહાને તેના રૂમમાં પ્રવેશ કર્યો હતો. ત્યારે જ તેણે તેને પરેશાન કરવાનુ શરૂ કર્યું. તેણે આ દરમિયાન દરવાજો પણ બંધ કરી દીધો હતો. તે દુષ્કર્મ કરવા માંગતો હતો પરંતુ મહિલાનાં બૂમો પાડવાના કારણે તે ડરીને ભાગી ગયો હતો.

ગુજરાત: સુરતની સિવિલ-સ્મીમેર હોસ્પટલમાં 1,322 દર્દીઓ ગંભીર, 13 વેન્ટિલેટર અને 703 દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર

યુવતીએ પોતાને કોઈક રીતે બચાવી લીધી. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે આરોપી વોર્ડ બોયની ધરપકડ કરી છે. ગ્વાલિયરનાં એડિશનલ એસપી હિતિકા વસલે આ ઘટના અંગે જણાવ્યું હતું કે, આરોપીને પોલીસે પકડી પાડવામાં આવેલ છે. તેની પૂછપરછ ચાલી રહી છે. આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મધ્ય પ્રદેશમાં પણ કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. ઘણી હોટલોને હોસ્પિટલમાં રૂપાંતરિત કરવામાં આવી છે. મધ્યપ્રદેશમાં અત્યાર સુધીમાં 4500 લોકોનાં મોત નીપજ્યાં છે. મધ્યપ્રદેશમાં અત્યાર સુધીમાં 3 લાખ 96 હજાર કોરોનાનાં કેસ નોંધાયા છે.

કૃષિ આંદોલન / કોરોના કહેર વચ્ચે શું છે ખેડૂત આંદોલનની સ્થિતિ?