વખાણ/ જાણો કેવી રીતે કોરોનાકાળમાં ગરીબીમાં વધારો થતો અટકવાનું મહત્વનું કારણ છે મોદી સરકાર

નરેન્દ્ર મોદી સરકાર ની ખાદ્ય સુરક્ષા યોજના એટલે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)ની પ્રશંસા કરી છે.

Top Stories India Trending
મોદી સરકાર

કોરોના કાળમાં ગરીબીમાં વધુ વધારો થયો નથી તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. અને તેનું મુખ્ય કારણ મોદી સરકાર ને અને તેની અમલી કરેલી યોજનાને માનવામાં આવે છે. તાજેતરમાં જાહેર કરેલા ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ તેના અહેવાલમાં નરેન્દ્ર મોદી સરકાર ની ખાદ્ય સુરક્ષા યોજના એટલે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)ની પ્રશંસા કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ યોજનાએ કોરોના મહામારી દરમિયાન ગરીબીમાં વધારો અટકાવ્યો છે. IMFના નવા પેપરમાં જાણવા મળ્યું છે કે 2019માં ભારતમાં અત્યંત ગરીબી (પીપીપી  1.9 ડોલર પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ) એક ટકાથી ઓછી છે. તે 2020 દરમિયાન પણ તે સ્તરે જ રહ્યું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ખાદ્ય સુરક્ષા યોજના એટલે કે પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ભારતમાં અત્યંત ગરીબીના સ્તરમાં કોઈપણ વધારાને રોકવા માટે મહત્ત્વપૂર્ણ રહી છે, એમ અહેવાલમાં જણાવાયું છે. IMFના આ નવા રિપોર્ટમાં પહેલીવાર ગરીબી અને અસમાનતા પર ફૂડ સબસિડીની અસર સામેલ છે. રોગચાળાના એક વર્ષ પહેલા 2019માં અત્યંત ગરીબી 0.8 ટકા જેટલી ઓછી હતી. ગરીબો માટે ખાદ્ય સુરક્ષા એ સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. મહામારીથી પ્રભાવિત વર્ષ 2020માં તે નીચા સ્તરે રહે. સતત બે વર્ષમાં અત્યંત ગરીબીનું નીચું સ્તર અત્યંત ગરીબી નાબૂદી તરીકે ગણી શકાય.

IMF રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે PMGKAY ભારતમાં અત્યંત ગરીબીના સ્તરમાં કોઈપણ વધારાને રોકવા માટેની ચાવી છે. આનાથી ગરીબો પર કોવિડ-19ને કારણે ઘટેલી આવકના આંચકાને દૂર કરવામાં ઘણી હદ સુધી કામ થયું. નોંધનીય છે કે કોરોનાકાળ દરમિયાન પીએમ મોદીએ PMGKAYને સપ્ટેમ્બર 2022 સુધી લંબાવવાની જાહેરાત કરી છે. PMGKAY  હેઠળ  જરૂરિયાતમંદ લોકોને મફત અનાજ આપવામાં આવે છે. દેશમાં કોવિડ-19 મહામારી વચ્ચે માર્ચ 2020માં આ યોજના શરૂ કરવામાં આવી હતી. તે ગયા વર્ષે નવેમ્બરમાં ચાર મહિના (ડિસેમ્બર 2021 થી માર્ચ 2022) માટે માર્ચ 2022 સુધી લંબાવવામાં આવી હતી. આ યોજના હેઠળ દર મહિને વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ મફત આપવામાં આવે છે.

આ પણ વાંચો:સ્વાભિમાની પક્ષનું સ્વાભિમાન જાગ્યું ?, મહાવિકાસ અઘાડી સાથે ફાડ્યો છેડો.

આ પણ વાંચો:એક અઠવાડિયામાં તમારા વિભાગનો પ્રેક્ટીકલ એક્શન પ્લાન આપો

આ પણ વાંચો :ભોજન, ઈંઘણ અને અન્યજરૂરી વસ્તુઓની અછત વર્તાઈ રહી છે

આ પણ વાંચો :એક એવા ગામ વિશે જાણો જ્યાં લોકો ઘરને કવર કરે છે