- કેમ વિજય મુહૂર્તમાં ફોર્મ ન ભરી શક્યા ઉમેદવાર ?
- શું ભાજપમાં મેનેજમેન્ટનો અભાવ જોવા મળ્યો ?
- શું ઉમેદવારોની ભૂલના કારણે ફોર્મ ન ભરાયા ?
- શું સીનિયર નેતાઓ અન્ય કામમાં બિઝી હતા ?
- શું બળવાની ચિંતામાં વિજય મુહૂર્ત ન સચવાયું ?
અમદાવાદ સહિત તમામ મહાનગરોની ચૂંટણીનાં ફોર્મ ભરવામાં ભાજપની વર્ષો જૂની પ્રથા ન જળવાઈ. અનેક ઉમેદવારો વિજય મુહૂર્ત ન સાચવી શક્યા અને ફોર્મ ન ભરી શક્યા. ગુજરાત ભાજપમાં ગમે તે ચૂંટણી હોય નિયત કરેલ તારીખે બપોરે 12.39 કલાકે ફોર્મ ભરવાનો વણલખ્યો નિયમ છે. વર્ષોથી ભાજપ અને ખાસ કરીને ગુજરાત ભાજપ આ નિયમને પાળતું આવ્યું છે. પરંતુ આ વખતે પૂર્વે કદી નથી થયુ તેવું થયું અને ભાજપ વિજય મુહરત સાચવી શક્યું નથી.
જો વાત કરવમાં આવે અમદાવાદ મહાનગરપાલિકાનાં ભાજપનાં ઉમેદવારોની તો આજે 192 પૈકી ઘણાં ઉમેદવારો ફોર્મ ન ભરી શક્યા. જો કે, કેમ વિજય મુહૂર્ત ન સચવાયું તેનો કોઈ પાસે જવાબ નથી. કોઇ પણ નેતા કે કાર્યકર્તા મગનું નામ મરી પાડવાનું જોખમ ખેડવા માંગતા નથી. અમદાવાદમાં ભાજપનાં ઉમેદવારો વિજય મુર્હૂત ચુકયા અને ઘણાં ઉમેદવારો 12.39 નું વિજય મુર્હૂત ન સાચવી શકયા. સામે આવતી વિગતો પ્રમાણે અનેક ઉમેદવારોએ બપોર સુધી ફોર્મ ન ભર્યા
સુરતમાં પણ આવી જ સ્થિતિ જોવામાં આવી અને સુરત ભાજપનાં તમામ ઉમેદવારો વિજય મુહરત ચૂક્યા અને ફોર્મ નથી ભરી શક્યા. જો કે, સુરત ભાજપનાં અનેક ઉમેદવારો મોડે સુધી તો કોઇ કોઇ સમય પૂર્તી સુધી ફોર્મ ભરવા પહોંચ્યા ન હોવાનું સામે આવ્યું છે. 119 ઉમેદવાર માંથી માત્ર એક જ ઉમેદવારે ફોર્મ ભર્યુ હોવાનું સામે આવે છે. જ્યારે બાકીનાં એક પણ ઉમેદવાર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા નહોતા. સામે આવી રહેલી વિગતો પ્રમાણે ફોર્મ ભરવામાં વિંલબનું કારણ પેપર કમ્પલીટ ન થયા હોવાનું જાણવામાં આવે છે. આજ કારણથી ફોર્મ ભરાયા નથી. પેપર તૈયાર ન થતા સુરત ભાજપનું વિજય મુહૂર્ત સચવાયું નહીં અને 119માંથી માત્ર 10 થી 12 ફોર્મ ભરાયા. જોકે, આ મામલે રાજકોટ ભાજપમાંથી 72 ઉમેદવારોએ ફોર્મ છે.
જો કે, તમામ મહાનગરોમાંથી જે કારણ સામે આવતું હોય તે પરંતુ ગુજરાતભરનાં રાજકીય પરીપેક્ષમાં ચર્ચા જોવામાં આવી રહી છે. કે ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડનાં 3 નિર્ણયો ભાજપને ભારે પડ્યા છે અને ભાજપમાં ઉમેદવારી યાદી જાહેર કરતાની સાથે અનેક જગ્યાએથી નારાજગીનાં શુર ઉઠ્યા. નારાજગીને રાજપામાં બદલાવવા ભાજપનાં ધારાસભ્યો અને સિનિયર નેતાઓ ડેમેજ કંટ્રોલમાં પડ્યા અને માઇક્રોપ્લાનિંગ માટે પ્રખ્યાત ભાજપ મેનેજમેન્ટનાં અભાવે વર્ષોની પરંપરા ન જાળવી શક્યો અને વિજય મુહરત ચૂકાઇ ગયું.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…