Tech News/ ખોવાયેલ અને ચોરી થયેલા સ્માર્ટફોનને આ રીતે કરો ટ્રેક

જો તમારો ફોન ખોવાઈ ગયો છે કે કોઈએ ચોરી લીધો છે તો સૌથી પહેલા પોતાના નંબર પર કોલ કરીને જુઓ, હોઈ શકે છે કે તમારી આસપાસ…

Tech & Auto
Missing your mobile? Track will be done with these tricks in any case

હાલના સમયમાં આપણે બધા સ્માર્ટફોન પર એટલા બધા કામો માટે વાપરીએ છીએ કે જો ફોન ખોવાઈ જાય કે ચોરી થઈ  તો જાણે આપણી દુનિયા થંભી જાય. આજે તમારી માટે કેટલીક એવી ટ્રિક્સ લઈને આવ્યા છીએ જેની મદદથી તમે ખોવાયેલ સ્માર્ટફોનને સરળતાથી ટ્રેક કરી શકશો.

જો તમારો ફોન ખોવાઈ ગયો છે કે કોઈએ ચોરી લીધો છે તો સૌથી પહેલા પોતાના નંબર પર કોલ કરીને જુઓ, હોઈ શકે છે કે તમારી આસપાસ ક્યાંક મળી જાય. એવું પણ હોઈ શકે છે કે કોઈ માણસને સ્માર્ટફોન મળ્યો હોય અને કોલ કરવાથી તે તમારી પાસે ફોન આપવા આવી શકે. ટ્રાય  કે તમારા ફોનમાં પાસવર્ડ લાગેલો હોય જેથી કોઈ ચોર ફોનને એક્સેસ કરવામાં નિષ્ફળ થાય અને તમને ફોન શોધવાનો સમય પણ મળી જાય.

iPhone યૂઝર્સ માટે

જો તમે આઈફોન યૂઝર્સ છો અને તમારો ફોન ખોવાઈ ગયો છે તો સૌથી પહેલા કોઈ બીજા ડિવાઈઝ પર તમારા એપલ આઈડીથી લોગઈન કરીને લોસ્ટ મોડને એક્ટિવ કરો અથવા તો તમે એપલના ફાઈન્ડ માય iPhone ફિચરનો પણ ઉપયોગ કરી શકો છો. ફાઈન્ડ માય નેટવર્કની મદદથી તમે પોતાના ફોનને સ્વિચ ઓફ થયાના 24 કલાક સુધી ટ્રેક કરી શકો છો. જો તમારી પાસે કોઈ બીજું એપલ ડિવાઈઝ નથી તો તમે iCloud ડોટ કોમ પર જઈને પણ આ ફિચરનો ઉપયોગ કરી શકો છો.

એન્ડ્રોઈડ યૂઝર્સ માટે

જો તમે એન્ડ્રોઈડ યૂઝર્સ છો અને તમારો ફોન ખોવાઈ ગયો છે તો તેને શોધવા માટે તમે એન્ડ્રોઈડ ડિવાઈઝ મેનેજરમાં ફાઈન્ડ માય ડિવાઈઝ ફિચરનો ઉપયોગ કરી શકો છો. જણાવી દઈએ કે એન્ડ્રોઈડ ડિવાઈઝની લોકેશન ટ્રેકિંગ સર્વિસ ત્યારે જ કામ કરશે જ્યારે તમારા ખોવાયેલ ફોનનું જીપીએસ ઓન હશે, નહીંતો આ ફિચર કામ નહીં કરે. તમે એન્ડ્રોઈડ ડોટ કોમ સ્લેશ ફાઈન્ડ પર સાઈન ઈન કરીને પણ તમારો ફોન શોધી શકો છો.

આ પણ વાંચો: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પંજાબના અધિકારીઓ સાથે કરી બેઠક, કોંગ્રેસે લગાવ્યા ગંભીર આરોપ

આ પણ વાંચો: IPLની ફાઇનલ અમદાવાદમાં યોજાશે!,BCCI ટૂંક સમયમાં કરી શકે છે સત્તાવાર જાહેરાત

આ પણ વાંચો: વિમાન દુર્ઘટનામાં પોલેન્ડના રાષ્ટ્રપતિના મોત મામલે 12 વર્ષ બાદ રશિયા પર શંકાની સોય

આ પણ વાંચો: ભારતમાં નવા COVID-19 કેસોમાં 7.5% ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 796 કેસ