YouTube/ ગૂગલે આ કારણથી 7500 યુટ્યુબ ચેનલ કરી દીધી બંધ

ગૂગલે તેની સાઈટ પરથી 7,500 થી વધુ યુટ્યુબ ચેનલો હટાવી દીધી છે. તેમાંથી 6285 ચેનલો અને 52 બ્લોગ માત્ર ચીન સાથે જોડાયેલા હતા

Top Stories Tech & Auto
24 ગૂગલે આ કારણથી 7500 યુટ્યુબ ચેનલ કરી દીધી બંધ

YouTube channels closed:  ગૂગલે તેની સાઈટ પરથી 7,500 થી વધુ યુટ્યુબ ચેનલો હટાવી દીધી છે. તેમાંથી 6285 ચેનલો અને 52 બ્લોગ માત્ર ચીન સાથે જોડાયેલા હતા. આ ચેનલો અને બ્લોગર્સ મોટાભાગે સંગીત, મનોરંજન અને જીવનશૈલી સંબંધિત સ્પામ સામગ્રી ચીની ભાષામાં પોસ્ટ કરતા હતા. આમાં, અંગ્રેજી અને ચીની ભાષામાં કેટલીક સામગ્રી અપલોડ કરવામાં આવી હતી, જે અમેરિકા અને ચીનની વિદેશ નીતિ સાથે સંબંધિત હતી.

ગૂગલે આવી 40 ચેનલોને  (YouTube channels closed)પણ હટાવી દીધી છે, જેની ઈરાન સરકાર અને વિરોધીઓને સમર્થન કરવા બદલ ટીકા થઈ રહી હતી. આ સામગ્રીઓ પારસી, અંગ્રેજી, હિન્દી અને ઉર્દૂમાં હતી. ટીમે અઝરબૈજાની ભાષામાં સામગ્રી શેર કરતી 1,088 યુટ્યુબ ચેનલોને સમાપ્ત કરી દીધી છે. આ ચેનલો અઝરબૈજાન તરફી અને આર્મેનિયાની ટીકા કરતી હતી.

ગૂગલે પોલેન્ડ સાથે સંકળાયેલા(YouTube channels closed) બે ડોમેન્સ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. રશિયાના સમર્થનમાં આના પર સામગ્રી આપવામાં આવી રહી હતી, જેના દ્વારા અમેરિકા અને યુક્રેન વિરુદ્ધ દુષ્ટતા ફેલાવવામાં આવી રહી હતી. ગૂગલ વતી એવું કહેવામાં આવ્યું હતું કે તેમને આ અંગેની માહિતી મંડિયન્ટ પાસેથી મળી હતી. તે ગૂગલ ક્લાઉડનો એક ભાગ છે. ગૂગલે રશિયાની ઈન્ટરનેટ રિસર્ચ એજન્સી સાથે જોડાયેલી 87 ચેનલોને પણ બ્લોક કરી દીધી છે.

નોંધનીય છે કે ગૂગલે તેની સાઈટ પરથી 7,500 થી વધુ યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ લાદી દીધો છે . તેમાંથી 6285 ચેનલો અને 52 બ્લોગ માત્ર ચીન સાથે જોડાયેલા હતા. આ ચેનલો અને બ્લોગર્સ મોટાભાગે સંગીત, મનોરંજન અને જીવનશૈલી સંબંધિત સ્પામ સામગ્રી ચીની ભાષામાં પોસ્ટ કરતા હતા.

Penalty/RBIએ Amazon Payને આપ્યો ઝટકો, ત્રણ કરોડથી વધુનો દંડ ફટકાર્યો

Rahul Gandhi in Cambridge/કેમ્બ્રિજમાં રાહુલ ગાંધીના ચીન અને કાશ્મીરના નિવેદન મામલે ભાજપે કર્યો પલટવાર, ભારતનું થયું