કોરોના રસીકરણ/ વહીવટી વિભાગ હવે NGO સાથે મળીને ચલાવશે રસીકરણ અભિયાન, રસી મુકાવનારને મળશે ….

કોરોના મહામારી માટે અમદાવાદ જિલ્લામાં અનેક કામો કરવામાં આવે છે. અલગ અલગ કેમ્પઈન ચાલવામાં આવ્યા છે. લોકોમાં રસીને લઈને અવેરનેસ આવે તો માટે પણ કામ કરવામાં આવી રહ્યુ છે.

Top Stories Gujarat Others
રસીકરણ 3 વહીવટી વિભાગ હવે NGO સાથે મળીને ચલાવશે રસીકરણ અભિયાન, રસી મુકાવનારને મળશે ....

અમદાવાદ જિલ્લામાં રસીકરણ વધુ થાય તેમજ અમદાવાદના દરેક ગામોમાં 100 ટકા રસીકરણ થાય તે માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી વિભાગ હવે NGO સાથે મળીને રસીકરણ અભિયાન તેજ કરશે.

અમદાવાદમાં રસીકરણમાં જાગૃતા લાવવા માટે પણ સરકાર અને કોર્પોરેશન અલગ અલગ કાર્યક્રમ મારફતે રસીકરણ વેગ આપી રહ્યું છે. અમદાવાદ જિલ્લા વહીવટી વિભાગ દ્વારા પણ વેક્સિનેસનની પ્રક્રિયા ઝડપી થાય અને લોકો વધુમાં વધુ વેકસીન લે તે માટે હવે એક નવો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.  જેમાં જિલ્લા તંત્ર એન જી ઓ સાથે મળીને વેકસીન લેનારને એક લીટર કપાસિયા તેલ ફ્રી આપીને રસીકરણને વેગ આપી રહી છે.

કોરોના મહામારી માટે અમદાવાદ જિલ્લામાં અનેક કામો કરવામાં આવે છે. અલગ અલગ કેમ્પઈન ચાલવામાં આવ્યા છે. લોકોમાં રસીને લઈને અવેરનેસ આવે તો માટે પણ કામ કરવામાં આવી રહ્યુ છે.

ત્રીજી લહેરને રોકવા માટે અને રસીકરણ પ્રક્રિયા ઝડપી કરવા માટે અલગ અલગ ઉપાયો કરવામાં આવે છે. ત્યારે અમુક ગામોમાં હજી રસીકરણ 40 ટકા જેટલું છે. જેનો વ્યાપ વધારવા માટે જે લોકો રસીકરણ માટે આવતા નથી તે લોકોમાં જાગૃતતા લાવી રસી અપાવવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે.