Not Set/ ક્રિસમસની કેક ઘરે જ બનાવો,આ રહી બનાવવાની રીત

અમદાવાદ, નાતાલ આવી રહી છે ત્યારે જો કેકનો સ્વાદ જો માણવા ના મળે તો ક્રિસમસ અધૂરી ગણાય.કેકનો સ્વાદ માણવો હોય તો જરૂરી નથી કે બહારની કેક શોપમાંથી મોંઘી ખરીદો. કેક ઘરમાં પણ બનાવી શકાય છે. આજે અમે તમારા માટે બ્લેક ફોરેસ્ટ કેક ઘરે કેવી રીતે બનાવાય તેની રેસીપી લઇને આવ્યા છીએ. તો ચાલો જોઇએ કેવી […]

Food Lifestyle
Untitled 4 ક્રિસમસની કેક ઘરે જ બનાવો,આ રહી બનાવવાની રીત
અમદાવાદ,
નાતાલ આવી રહી છે ત્યારે જો કેકનો સ્વાદ જો માણવા ના મળે તો ક્રિસમસ અધૂરી ગણાય.કેકનો સ્વાદ માણવો હોય તો જરૂરી નથી કે બહારની કેક શોપમાંથી મોંઘી ખરીદો. કેક ઘરમાં પણ બનાવી શકાય છે.
આજે અમે તમારા માટે બ્લેક ફોરેસ્ટ કેક ઘરે કેવી રીતે બનાવાય તેની રેસીપી લઇને આવ્યા છીએ. તો ચાલો જોઇએ કેવી રીતે ઘરે બનાવાય બ્લેક ફોરેસ્ટ કેક..
સામગ્રી
250 ગ્રામ – મેંદો
150 ગ્રામ – દળેલી ખાંડ
100 ગ્રામ – બટર
1/2 ચમચી – બેકિંગ પાવડર
2 કપ – દૂધ
1/2 ચમચી – સાજીના ફૂલ
1/2 – કોકો પાવડર
3 ટેબલ – ડ્રીન્કીંગ ચોકલેટ પાવડર
આઈસીંગ માટે
250 ગ્રામ – ફ્રેશ ક્રીમ
100 ગ્રામ – આઈસીંગ સુગર
1 કપ છીણેલી – ચોકલેટ
1/4 ચમચી – વેનીલા એસેન્સ
ગાર્નીશીગ માટે
ટીન ચેરી
બનાવવાની રીત
સૌ પ્રથમ બટરમાં દળેલી ખાંડ ઉમેરી ખુબ જ ફીણી હલકું કરવું. ત્યારબાદ તેને બાજુ પર રાખવું. હવે મેંદો, બેકિંગ પાવડર, સાજીના ફૂલ, કોકો પાવડર તથા ડ્રીન્કીંગ ચોકલેટ પાવડરને ભેગા કરી 3-4 વાર ચાળી લેવું. હવે બટરવાળા મિશ્રણને લઇ તેમાં થોડું દૂધ નાખી ફીણી લેવું. ત્યારબાદ તેમાં ધીમે-ધીમે મેંદાવાળું મિશ્રણ અને દૂધ નાખતા જવું અને બિટરથી બીટ કરતા જવું. એક જ દિશામાં બીટ કરવું. લગભગ 10 મિનીટ માટે બીટ કરતા રહેવું. ગ્રીસ કરેલા માઈક્રો ઓવન પ્રૂફ બાઉલમાં રેડી માઈક્રો મીડીયમ પર 8 મિનીટ માટે રાખવું. કેક ઠંડી થઇ જાય એટલે વાયર રેક પર અન મોલ્ડ કરી લેવી. બરોબર ઠંડી થાય એટલે તેના વચ્ચેથી 2 ભાગ કરી બન્ને ભાગ પર સુગર સીરપથી શોકીંગ કરવું. અને પછી આઈસીંગ કરવું.
આઈસીંગ કરવા માટે ક્રીમના બાઉલને બરફવાળા વાસણમાં મૂકી તેમાં આઈસીંગ સુગર તથા વેનીલા એસેન્સ નાખી બિટર કે ચમચા વડે બીટ કરવું. તૈયાર થયેલા આઈસીંગને કેકના બે ભાગની વચ્ચે તથા કેકની ઉપર લગાવી લો. ત્યારબાદ તેના પર છીણેલી ચોકલેટ ભભરાવો. ઉપર ચેરી મૂકી સર્વ કરો.