Sabarkantha News: ગુજરાતમાં મહિલા રમતવીરો પણ એથ્લેટિક્સની વિવિધ રમતોમાં કાઠું કાઢી રહી છે. આ બતાવે છે કે મહિલાઓને એથ્લેટિક્સમાં રસ વધ્યો છે. સાબરકાંઠાના વિજયનગર તાલુકાના આમોદ્રા ગામની તેજલ ડામોરે (Tejal Damor) દુબઈમાં આયોજિત પેરા એથ્લેટિક્સ ગેમ્સ (Dubai Para Athletes Games) માં બે સુવર્ણચંદ્રક (Gold Medal) જીતીને ફક્ત ભારતનો જ નહીં ગુજરાતનો અને પોતાના વતન સાબરકાંઠા (Sabarkantha)નો આંતરરાષ્ટ્રીય સ્તરે વગાડી દીધો છે.

તેજલ ડામોરે (Tejal Damor) વતનનું ઉજાળ્યું નામ
સાબરકાંઠા (Sabarkantha)ના વિજયનગર તાલુકાના આમોદ્રા ગામની તેજલ ડામોરે (Tejal Damor) દુબઈમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પેરા એથ્લેટિક્સ ગેમ્સમાં 200 અને 400 મીટર દોડમાં સુવર્ણચંદ્રક (Gold Medal) જીતીને દેશનું અને પોતાના વતનનું નામ રોશન કર્યુ છે. આ સ્પર્ધામાં 600 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓએ (International players ભાગ લીધો હતો. તેજલ ડામોરે 600 આંતરરાષ્ટ્રીય હરીફો વચ્ચે તેની શ્રેષ્ઠતા સિદ્ધ કરી હતી અને દેશને તેમજ ગુજરાત (Gujarat) તથા વતનને ગૌરવ અપાવ્યું હતું. આમ દેશને અને રાજ્યને ગૌરવ અપાવવામાં હવે દીકરીઓ પણ પાછળ રહી નથી.

જિલ્લો પછાત, પણ અભિગમ પછાત નહીં
તેજલ ડામોર સાબરકાંઠાના ઇડર સ્થિત રાષ્ટ્રીય અંધજન મંડળ સાથે સંકળાયેલી છે. આ મંડળે તેમને લોકભાગીદારીથી મે 2025માં પ્રવેશ અપાવ્યો હતો. હાલમાં તેજલ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI) ખાતે રમતગમતની સઘન તાલીમ લઈ રહી છે. તેની આ નોંધપાત્ર સિદ્ધિ બદલ રાષ્ટ્રીય અંધજન મંડળ અને SAI તરફથી તેને અભિનંદન પણ પાઠવવામાં આવ્યા છે.

દાળભાતીયાઓ કશું ન કરી શકે તે ઉક્તિ ખોટી પાડી
આમ વર્ષોથી કહેવાય છે કે રમતો તે દાળભાતીયા ગુજરાતીઓનું કામ નહી, તે વાતને પણ આ સિદ્ધિ સાથે તેજલ ડામોરે ખોટી પાડી બતાવી છે. તેણે દર્શાવ્યું છે કે જો તમને રમતમાં રસ હોય અને તૈયારી કરવાની ક્ષમતા તથા પ્રતિબદ્ધતા હોય તથા તેને યોગ્ય માર્ગદર્શન મળે તો ગુજરાતી ખેલાડીઓ પણ સિદ્ધિ મેળવવામાં બીજા રાજ્યના કોઈપણ ખેલાડીથી પાછળ પડે તેવા નથી તેનો પુરાવો તેજલ ડામોર છે.
ગુજરાતમાં નવી પેઢીના મહિલા રમતવીરો માટે પ્રેરણાસ્ત્રોત
તેમા પણ ખાસ કરીને ગુજરાતી મહિલાઓ તો રમતમાં વધુને વધુ પાછળ માનવામાં આવે છે. તેજલ ડામોરે બતાવ્યું છે કે અડગ નિર્ધાર હોય તો ગમે તેવી મુશ્કેલીઓને પાર પાડી શકાય છે. તમારી મક્કમતા દ્વારા અનેક મુશ્કેલીઓને તમે પાર પાડી શકો છો. ગમે તેવા અવરોધોને વટાવી શકો છો. સ્થાનિકથી લઈને રાષ્ટ્રીય સ્તરે પણ રમતમાં સિદ્ધિ મેળવવી અત્યંત કપરી હોય છે ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ રમતમાં ગોલ્ડ મેળવવો તો અત્યંત કપરામાં કપરું કામ માનવામાં આવે છે. તેમા કેટલાયનો પરસેવો છૂટી જતો હોય છે. વર્ષોની મહેનત પછી પણ સફળતાની કોઈ ખાતરી હોતી નથી. આવામાં તેજલ ડામોરનો ગોલ્ડ ભારતના પેરા ઓલિમ્પિકસના ઇતિહાસમાં રમતની નવી મશાલ પ્રગટાવી શકે છે.
આ પણ વાંચો: સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં મોટો સપાટો, ત્રણ કોચની તાત્કાલિક બદલી કરાઈ
આ પણ વાંચો: ગાંધીનગરમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના બિલ્ડિંગમાં ‘રમતગમત સચિવાલય’ ઊભું કરાયું
