Not Set/ પત્નીની હત્યાનાં કેસમાં પતિને દોષિત જાહેર કરતી સેશન્સ કોર્ટ, આરોપીનાં પિતાએ આપી જુબાની

દાંપત્ય જીવન બોલિવુડની એક ફિલ્મનાં ટાઇટલ જેવુ છે, કભી ખુશી કભી ગમ. ક્યારેક આ સંબંધમાં કોઇ છાયડો બની જાય છે તો ક્યારેક આ સંબંધમાં કોઇ તડકો બનતુ નજરે ચઢે છે. કૃષ્ણનગરમાં રહેતી દંપતી તેનું તાજુ ઉદાહરણ છે. જ્યા એક કમલકુમાર રાવત નામની એક વ્યક્તિ પોતાની પત્ની પર શંકા કરતો હતો. આ અતિશય શંકા ક્યારે મર્ડરમાં […]

Top Stories Ahmedabad Gujarat

દાંપત્ય જીવન બોલિવુડની એક ફિલ્મનાં ટાઇટલ જેવુ છે, કભી ખુશી કભી ગમ. ક્યારેક આ સંબંધમાં કોઇ છાયડો બની જાય છે તો ક્યારેક આ સંબંધમાં કોઇ તડકો બનતુ નજરે ચઢે છે. કૃષ્ણનગરમાં રહેતી દંપતી તેનું તાજુ ઉદાહરણ છે. જ્યા એક કમલકુમાર રાવત નામની એક વ્યક્તિ પોતાની પત્ની પર શંકા કરતો હતો. આ અતિશય શંકા ક્યારે મર્ડરમાં ફેરવાઇ ગઇ જે હવે કડવુ સત્ય બનીને તેની સામે છે.

કૃષ્ણનગરમાં રહેતા કમલકુમાર રાવતએ પોતાની પત્ની પાર્વતીબેનની જોડે ચારિત્ર્ય પર શંકા રાખતા ઝઘડો કર્યો હતો. ઝઘડો એટલો વકર્યો કે તેણે રસોડામાંથી કૂકર કાઢીને તે કૂકરથી પોતાની પત્નીનાં માથામાં માર મારીને હત્યા કરી દીધી. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી પતિ ફરાર થઈ ગયો હતો. જેની ફરિયાદ દાખલ થયા બાદ કૃષ્ણ નગર પોલીસે આરોપીની ધરપકડ કરી અને બાદમાં તેને જેલ હવાલે મોકલ્યો હતો.

આ કેસ સેશન્સ જજ એન.પી.સૈયદ ની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ ભરત પટણીએ કેસની લાગતી દલીલો તેમજ પુરાવા રજૂ કર્યા હતા. જ્યાં આ કેસ આરોપીનાં પિતાની જુબાની પર પુરવાર થયો હતો અને કોર્ટે આરોપીનાં પિતાની જુબાનીને આધારે આરોપીને હત્યાનાં ગુનામાં દોષિત માનીને સજા ફટકારી હતી. અહી એક શંકા જીવનની કેટલી મોટી સજા બની જાય છે જેનું ઉદાહરણ અહી જોવા મળ્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે, ક્યારેક પતિ-પત્નીનાં સંબંધમાં પ્રેમ જોવા મળે તો ક્યારેક આ જ પ્રેમ નફરત બની જાય છે. ક્યારેક આ સંબંધમાં વખાણોનાં ફૂલો વરસે છે તો ક્યારેક શંકાનાં કાળા વાદળ. શરૂઆતી લગ્ન જીવન ખુશીથી ભરેલુ જોવા મળે છે પરંતુ સમયની સાથે જાણે ખુશી જીવનમાંથી ડિલીટ થઇ જતી હોય તેવુ પણ જોવા મળે છે. ઘણીવાર પતિ-પત્નીનો સંબંધ એટલો ખરાબ બની જાય છે કે રોજ ઝઘડા થવાનું શરૂ થઇ જાય છે. જો કે દાંપત્ય જીવનમાં ઝઘડો થવો એ સ્વાભાવિક છે પરંતુ એક માત્ર શંકા પર જીવ લઇ લેવો મોટો ગુનો કહી શકાય.