- PM મોદી 2 દિવસ બાંગ્લાદેશના પ્રવાસે
- 497 દિવસ બાદ PM બાંગ્લાદેશ જવા રવાના
- કોરોના બાદ PMની પ્રથમ વિદેશ યાત્રા
- બાંગ્લાદેશના PM સાથે કરશે મુલાકાત
- બાંગ્લાદેશના સ્વતંત્રના દિવસના સમારોહમાં લેશે ભાગ
- મતુઆ સમાજના લોકો સાથે કરશે મુલાકાત
વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોરોના મહામારી ફાટી નીકળ્યા બાદ આજે પ્રથમ વખત વિદેશ પ્રવાસ કરશે. વડા પ્રધાન મોદી 26 અને 27 માર્ચે બાંગ્લાદેશની મુલાકાતે જશે. બાંગ્લાદેશનાં વડા પ્રધાન શેખ હસીનાનાં આમંત્રણ પર વડા પ્રધાન મુલાકાતે જઇ રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની 2 દિવસીય બાંગ્લાદેશ યાત્રા પહેલા દેશનાં દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત બે મંદિરોને શણગારવામાં આવ્યા છે. તેમની આ મુલાકાત દરમિયાન વડા પ્રધાન આ મંદિરોમાં પ્રાર્થના કરશે.
Delhi: Prime Minister Narendra Modi embarks on a two-day visit to Bangladesh, his first visit to a foreign country since the COVID19 outbreak
He will attend an event at the National Martyr's Memorial and the National Day program today. pic.twitter.com/SRLgFGleBL
— ANI (@ANI) March 26, 2021
મહારાષ્ટ્ર / મુંબઈની હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, 2 લોકોનાં થયા મોત
વળી પીએમ મોદી બાંગ્લાદેશની આઝાદીની સુવર્ણ જયંતિ અને બંગબંધુ શેખ મુજીબુર રહેમાનની જન્મ શતાબ્દી ઉજવણી માટે ભવ્ય કાર્યક્રમોમાં ભાગ લેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાવાયરસ મહમારી બાદ તેમની પ્રથમ આંતરરાષ્ટ્રીય મુલાકાત દરમિયાન 26 અને 27 માર્ચે બાંગ્લાદેશની મુલાકાત લેશે. આ સમય દરમિયાન તે બાંગ્લાદેશનાં વડા પ્રધાન શેખ હસીના સાથે પ્રતિનિધિ મંડળ સ્તરની વાતચીત પણ કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, બાંગ્લાદેશ સાથે ભારતની ભાગીદારી એ ‘નેબર ફર્સ્ટ’ નીતિનો મહત્વપૂર્ણ આધાર છે. વડા પ્રધાને ખુશી વ્યક્ત કરી હતી કે ગયા વર્ષે કોવિડ-19 મહામારીની શરૂઆત પછી તેમની પહેલી વિદેશ મુલાકાત પડોશી મિત્ર દેશની થઇ રહી છે, જેની સાથે ભારતનાં ગાઢ સંબંધો છે.
Dhaka: Prime Minister Narendra Modi to arrive in Dhaka today on his two-day visit to Bangladesh
PM Modi will attend the Bangladesh National Day program today. pic.twitter.com/oHK13lmQ9J
— ANI (@ANI) March 26, 2021
સાચવજો સંક્રમણ વધ્યું / અમદાવાદમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં વધારો, વધુ આટલાનો થયો ઉમેરો
PM મોદીએ કહ્યું કે, તેઓ બાંગ્લાદેશનાં વડા પ્રધાનનાં આમંત્રણ પર 26-27 માર્ચે બાંગ્લાદેશની મુલાકાત લેશે. તેમણે કહ્યું કે તે બાંગ્લાદેશનાં રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે રાહ જોઈ રહ્યાં છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, મને ખુશી છે કે કોવિડ-19 રોગચાળો શરૂ થયા પછી પાડોશી મિત્ર દેશની મારી આ પહેલી વિદેશી મુલાકાત છે, જેની સાથે ભારતનાં સાંસ્કૃતિક, ભાષાકીય અને બન્ને દેશોનાં લોકો વચ્ચે ઉંડા સંબંધ છે. વડા પ્રધાન મોદીએ ટિ્વટ કર્યું હતું કે, તેઓ બંગબંધુનાં જીવન અને આદર્શો, બાંગ્લાદેશની આઝાદીની લડત અને બંને દેશો વચ્ચેનાં 50 વર્ષનાં રાજદ્વારી સંબંધોનાં સ્મરણાર્થે ઉજવણીમાં ભાગ લેવાની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
