Business/ FASTag આજથી થશે ફરજીયાત, જે લોકો પાસે નહીં હોય તેને ડબલ ચાર્જ ચુકવવો પડશે

15 ફેબ્રુઆરીથી ટોલ પ્લાઝા પર રોકડ ચુકવણી પૂર્ણ થવા જઈ રહી છે. માર્ગ અને પરિવહન મંત્રાલયે આજે આ અંગે માહિતી આપી છે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ સ્પષ્ટ કહ્યું છે કે આ નિયમોમાં હવે વધુ રાહત નહીં મળે. એટલે કે, જો તમારી પાસે કોઈ કારણોસર ફાસ્ટેગ (FAStag) નથી અથવા જો ફાસ્ટેગ કામ કરી રહ્યું નથી, તો […]

Business

15 ફેબ્રુઆરીથી ટોલ પ્લાઝા પર રોકડ ચુકવણી પૂર્ણ થવા જઈ રહી છે. માર્ગ અને પરિવહન મંત્રાલયે આજે આ અંગે માહિતી આપી છે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ સ્પષ્ટ કહ્યું છે કે આ નિયમોમાં હવે વધુ રાહત નહીં મળે. એટલે કે, જો તમારી પાસે કોઈ કારણોસર ફાસ્ટેગ (FAStag) નથી અથવા જો ફાસ્ટેગ કામ કરી રહ્યું નથી, તો તમારે ડબલ દંડ ભરવો પડશે.

Image result for fastag-is-mandatory-from-february-15

નવા નિયમો શું છે?
મંત્રાલયે તેના આદેશમાં લખ્યું છે કે 15 અને 16 ફેબ્રુઆરીની મધ્યરાત્રિથી ટોલ પ્લાઝાની તમામ લાઇનોને ફાસ્ટેગ લેનમાં ફેરવવામાં આવશે.
જો કોઈ વાહન ફાસ્ટેગ વગર ટોલમાંથી પસાર કરે છે જે માન્ય રહેશે નહીં, તો તેણે તેની કેટેગરી પ્રમાણે ફીનો બમણો દંડ ભરવા પડશે.
સરકારે જાન્યુઆરી 1 થી તમામ વાહનો માટે ફાસ્ટેગ ફરજિયાત બનાવ્યો છે, જોકે લોકોની સુવિધા માટે ટોલ પર મર્યાદિત સમય માટે રોકડ ચુકવણીની સુવિધા પણ પૂરી પાડવામાં આવી હતી. પરંતુ હવે 15 ફેબ્રુઆરીથી તે બંધ રહેશે. એટલે કે, 15 ફેબ્રુઆરીથી ટોલ માટે રોકડ ચુકવણી શક્ય નહીં હોય.

Image result for fastag nitin gadkari

iPhone 12 Mini પર આ રીતે મેળવો 18,000નું ડિસ્કાઉન્ટ, ઉઠાવો લાભ

સિસ્ટમ કેવી રીતે કામ કરશે
પ્લાઝા ઉપરના વાહનોને ધીમી ગતિએ નિકળવાનું રહેશે, સિસ્ટમ ટેગ વાંચીને બેરિયરને ખોલશે. જો સિસ્ટમ ટેગ વાંચી શકતો નથી, તો ત્યાંનો કર્મચારી ટેગને સ્કેન કરશે અને રસ્તામાં જગ્યા કરશે. જો ફાસ્ટેગ કરવામાં આવ્યું નથી અથવા કામ કરી રહ્યું નથી, તો કર્મચારી તમારી પાસેથી ડબલ પૈસા લેશે.

કેવી રીતે દંડથી બચવું
દંડથી બચવા માટે તમારી પાસે ફાસ્ટેગ હોવો આવશ્યક છે. ફાસ્ટેગ વગર તમે દંડથી બચી શકશો નહીં.
ફાસ્ટેગ ઓનલાઇન અથવા ઓફલાઇન બંને રીતે ખરીદી શકાય છે. તમે બેંકથી ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર અને વિશેષ કેન્દ્ર દ્વારા ફાસ્ટેગ ખરીદી શકો છો.

ફાસ્ટેગમાં રોકડ ન હોય તો તેને રિચાર્જ કરવા માટેના ઘણા વિકલ્પો પણ છે. સરકારના જણાવ્યા અનુસાર ટોલ પ્લાઝા પર પણ ડ્રાઇવરો થોડી વારમાં જ પોતાનો ફાસ્ટેગ રિચાર્જ કરી શકે છે.

આ ઉપરાંત જે બેંકમાંથી ફાસ્ટેગ લેવામાં આવ્યો છે તેના દ્વારા ઓનલાઇન રિચાર્જ કરી શકાય છે.
ફાસ્ટેગને બેંક એકાઉન્ટ અથવા પેટીએમ વોલેટથી લિંક કરી શકાય છે.