છેલ્લા એક વર્ષથી કોરોના મહામારીનો સામનો કરી રહેલા ભારત દેશમાં મોટાપાયા પર વેક્સિનેશન શરૂ થઇ ચૂક્યું છે ત્યારે દેશની દિગ્ગજ કંપનીઓ ઈન્ફોસિસ, એક્સચેન્જર, મહેન્દ્રા આઇટીસી સહિતની કંપનીઓએ પોતાના કર્મચારીઓને તેમજ તેમના પરિવારો માટે વેક્સિનેશન યોજવાનો નિર્ણય કર્યો છે, એટલું જ નહીં, આ વેક્સિનનો ખર્ચો કંપનીઓ ઉઠાવી રહી છે, જેથી તમામને નિ:શુલ્ક રસી આપવામાં આવશે. હવે દેશની દિગ્ગજ કંપનીઓમાં વધુ એક કંપનીનો ઉમેરો થયો છે, રિલાયન્સ પણ તેના કર્મચારીઓને મફતમાં વેક્સિન અપાવશે.

દેશમાં કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે વેક્સિનેશન શરૂ થઇ ગયું છે. આ સમયે રિલાયન્સન ફાઉન્ડેશનના ચેરપર્સન મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીએ મોટી જાહેરાત કરી છે. નીતા અંબાણીએ જાહેરાત કરતા જણાવ્યું કે, રિલાયન્સ કંપનીના તમામ કર્મચારી અને તેના પરિવારનો વેક્સિનેશનનો ખર્ચ રિલાયન્સ કંપની ઉઠાવશે.નીતા અંબાણીએ રિલાયન્સના તમામ કર્મચારીને અપીલ કરી છે કે, જે પણ કર્મચારી વેક્સિન લગાવવા ઇચ્છે છે, તેમણે વેક્સિનેશન માટે ઝડપથી રજિસ્ટ્રેશન કરાવવી લેવું જોઇએ. જેથી ઝડપથી આ મહામારીથી છૂટકારો મળે.
![]()
નીતા અંબાણીએ કહ્યું કે, અત્યાર સુધી આપણે સાવધાની વર્તીને મહામારી સામે લડત આપી હવે આપણે આ લડતના અંતિમ તબક્કામાં પહોંચી ગયા છીએ અને આપણે જીતીશું. મેં અને મુકેશ અંબાણીએ નક્કી કર્યું છે કે, રિલાયન્સના તમામ કર્મચારીઓને અને તેના પરિવાનો વેક્સિનેશનનો ખર્ચ કંપની ઉઠાવશે દેશની સૌથી મોટી ઇન્ફર્મેશન ટેકનોલોજી કંપની ઇન્ફોસિસ અને ટેકનોલોજી ક્ષેત્રની દિગ્ગજ કંપ્ની એક્સેંચર પણ કર્મચારીઓને ફ્રી વેક્સિન આપવાની જાહેરાત કરી ચૂકી છે. ઇન્ફોસિસ તેમના કર્મચારીઓ અને તેમના પરિવારનો વેકસિનેશનનો ખર્ચ ઉઠાવશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
