Gujarat High Court/ ‘5 વર્ષમાં કોઈ રમખાણ થયા નથી, ભય પ્રેરનારો અને રોકાણ પ્રવૃતિ વિરોધી નિર્ણય’ ડિસ્ટર્બ એરિયા જાહેર કરતી નોટિફિકેશનને હાઇકોર્ટમાં ચેલેન્જ

આણંદમાં ડિસ્ટર્બ એરિયા જાહેર કરતા નોટિફિકેશનને હાઇકોર્ટમાં ચેલેન્જ કરાઈ, RTIના મુજબ આ વિસ્તારોમાં 5 વર્ષમાં કોઈ રમખાણ થયા નથી, આ નિર્ણય લોકોમાં ભય પ્રેરનારો અને રોકાણ પ્રવૃતિ વિરોધી સાબિત થયો.

Gujarat Top Stories Ahmedabad

Anand News : આણંદમાં ડિસ્ટર્બ એરિયા જાહેર કરવાના નોટિફિકેશનને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. આરટીઆઈના જણાવ્યા અનુસાર, આ વિસ્તારોમાં છેલ્લા પાંચ વર્ષમાં કોઈ રમખાણો થયા નથી. આ નિર્ણય લોકોમાં ભય પેદા કરે છે અને રોકાણ પ્રવૃત્તિને અવરોધે છે.

ગુજરાત હાઈકોર્ટમાં આણંદના સામાજિક કાર્યકર કિરણકુમાર સોલંકીએ એડવોકેટ વિશ્રુત ભંડારી દ્વારા જાહેર હિતની અરજી દાખલ કરી છે. આ અરજી ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. અરજદાર વતી સિનિયર એડવોકેટ આઈ.એચ. સૈયદે રજૂઆત કરી હતી કે મહેસૂલ વિભાગે 13 જાન્યુઆરી, 2025ના રોજ નોટિફિકેશન બહાર પાડીને આણંદના વિવિધ વિસ્તારોને આગામી પાંચ વર્ષ માટે ડિસ્ટર્બ એરિયા જાહેર કર્યા છે.

ગુજરાત પ્રોહિબિશન ઓફ ટ્રાન્સફર ઓફ ઈમુવેબલ પ્રોપર્ટી એન્ડ પ્રોવિઝન ફોર પ્રોટેક્શન ઓફ ટેનન્ટ્સ ફ્રોમ ઈવિક્શન ફ્રોમ પ્રિમાઈસીસ ઈન ડિસ્ટર્બ એરિયા એક્ટ, 1991 હેઠળ આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જો કે, અરજદારે આરટીઆઈ દ્વારા માહિતી મેળવી હતી કે વર્તમાન નોટિફિકેશન દ્વારા જાહેર કરાયેલા ડિસ્ટર્બ એરિયામાં છેલ્લા પાંચ વર્ષમાં એક પણ કોમી રમખાણો થયા નથી. તેથી, ડિસ્ટર્બ એરિયાને યાંત્રિક રીતે જાહેર કરી શકાય નહીં. તેનાથી આ વિસ્તારમાં રહેતા લોકોના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન થાય છે.

ગયા 5 વર્ષમાં પણ આ વિસ્તારોને ડિસ્ટર્બ એરિયા જાહેર કરવામાં આવ્યા હતા. આવા અવિચારી નિર્ણયોથી આ વિસ્તારમાં રહેતા લોકોમાં ભય ફેલાય છે અને આ વિસ્તારોમાં રોકાણ અટકે છે, તેથી આ નોટિફિકેશન રદ થવું જોઈએ. હાઈકોર્ટે અરજદારની રજૂઆત સાંભળીને રાજ્ય સરકારને જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. આ કેસની વધુ સુનાવણી 25મી માર્ચે થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઘર કે ઓફિસમાં CCTV કેવી રીતે રાખશો સુરક્ષિત? હર્ષ સંઘવીએ આપી જરૂરી ટીપ્સ

આ પણ વાંચો:ગાંધીધામ કચ્છ પોલીસને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા

આ પણ વાંચો:રાજકોટ હોસ્પિટલના CCTV ફૂટેજ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી