Sabarkantha News : સાબરકાંઠા જિલ્લામાં ગમખ્વાર અકસ્માતનો બનાવ બન્યો છે. બસ અને રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં રિક્ષા ચાલક સહિત ત્રણ લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે બે લોકોને ઇજા પહોંચી છે. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી. મૃતદેહોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે ટ્રાફિક જામ થયો હતો.
બનાવની પ્રાપ્ત પ્રાથમિક વિગત અનુસાર, સાબરકાંઠાના હિંમતનગર-ઇડર હાઇવે પર અકસ્માતનો બનાવ બન્યો હતો. બસે રિક્ષાને ટક્કર મારી હતી. જેમાં રિક્ષા ચાલક સહિત ચાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય બે લોકોને ઇજા થતાં તેમને સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
બનાવની જાણ થતાં સ્થાનિકો અને રાહદારીઓ એકઠા થઇ ગયા હતા.બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. અકસ્માતનો બનાવ બન્યો હોવાની જાણ થતાં પોલીસ પહોંચી હતી. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે ખસેડ્યા હતા. અકસ્માતના પગલે ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.
આ પણ વાંચો:ભાવનગરમાં સ્કૂલવાનના ચાલકે વિદ્યાર્થીની સાથે અડપલા કરતા ચકચાર
આ પણ વાંચો:રાજકોટમાં માતા અને પુત્રી સાથે કરાયા શારીરિક અડપલાં
આ પણ વાંચો:બોટાદના રાણપુરમાં સગીરા સાથે અડપલાનો બનાવ
