Surendranagar News/ સુરેન્દ્રનગરના વઢવાણમાં કારખાને જતી યુવતીની છરીના 10થી વધુ ઘા ઝીંકી હત્યા, પ્રેમપ્રકરણમાં હત્યા થયાની શંકા

મૃતક યુવતીની લાશને પીએમ માટે ગાંધી હોસ્પિટલે ખસેડાતા હોસ્પિટલ પરિસરમાં લોકોના ટોળાઓ ઉમટ્યા હતા

Gujarat

 Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં ગણપતિ ફાસ્ટર વિસ્તારમાં યુવતીની જાહેરમાં ગત્યાને પગલે ચકચાર મચી ગઈ છે. યુવતીની હત્યા બાદ યુવક ભાગી ગયો હતો. પ્રેમપ્રકરણને પગલે આ બનાવ બન્યો હોવાની શંકા સેવાઈ રહી છે. આ હત્યાની ઘટનાના પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. જયારે મૃતક યુવતીની લાશને પીએમ માટે ગાંધી હોસ્પિટલે ખસેડાતા હોસ્પિટલ પરિસરમાં લોકોના ટોળાઓ ઉમટ્યા હતા.

મૃતક યુવતીના પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઈનકાર કરતા મામલો ગરમાયો છે. હત્યારાને ઝડપી કાર્યવાહી કરવામાં આવે તેવી પરિવારજનોએ ઉગ્ર માગ કરી છે. હોસ્પિટલ પરિસરમાં મૃતક યુવતીના પરિવારજનોનું કરૂણ આક્રંદ જોવા મળ્યું હતું.વઢવાણ શહેરમાં વહેલી સવારે એક યુવતીની યુવકે હત્યા કરી હતી. યુવતીની હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ હોવાની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે. યુવતી સવારે કારખાનામાં કામે જઈ રહી હતી તે સમયે 8થી 10 જેટલા છરીના ઉપરા છાપરી ઘા મારી યુવકે ક્રૂર હત્યા કરી હતી.

સરકારી ગાંધી હોસ્પિટલ લઈ જતા યુવતીને હાજર ડોક્ટરે મૃત જાહેર કરી હતી.આ અંગે મૃતક યુવતીના પરિવારજન કૈલાશબેને જણાવ્યું હતું કે, અમે ગણપતિ ફાટસર પાસે રહીએ છીએ. મારા દિયરની છોકરી એક કંપનીમાં કામે જતી હતી, ત્યારે એને છેતરીને દગો કરીને એની ઉપર છરી વડે ઘા કરવામાં આવ્યા હતા. એના પર જ આખુ ઘર ચાલતું હતું. એ કામ કરવા જતી હતી ત્યારે આ બનાવ બન્યો હતો. અમારે ન્યાય જોઈએ બસ. જ્યાં સુધી હત્યારો આરોપી નહીં ઝડપાય ત્યાં સુધી એની લાશ અમે અહીંથી ઉપાડીશું નહીં.

એને અમારી સામે હાજર કરો. અમન નામના છોકરાએ અમારી દીકરીની હત્યા કરી છે. છોકરી એનાથી ખુબ ડરતી હતી.આ અંગે મૃતક યુવતીના કૌટુંબિક ભાઈ કિશોર દીપકભાઈ સોલંકીએ આક્રોશ સાથે જણાવ્યું કે, જે દીકરી મોતને ભેટી છે, એ મારા સગા કાકાની દીકરી છે. જાહેર રસ્તા પર એની ઉપર છરીના આઠથી દશ જેટલા ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. આરોપી જ્યાં સુધી પકડાય નહીં, ત્યાં સુધી અમારે અહીંથી ડેડબોડી લઇ જવાની નથી. આરોપીનું નામ અમન છે જે ઉંટડી ગામનો છે, એની સાથે જે લુખ્ખા તત્વો ફરે છે, એ પણ પકડાવા જોઈએ અને જગ જાહેર એમનો વરઘોડો નીકળવો જોઈએ. આ બેન દૂધની ડેરી પાસેના પ્લાન્ટમાં નોકરી કરતી હતી.

સવારે જયારે કામે જતી હતી, ત્યારે જાહેર રસ્તા પર એના પર છરીના ઉપરા છાપરી સંખ્યાબંધ ઘા ઝીંકી ખૂન કરી નાખવામાં આવ્યું છે.આ ઘાતકી હત્યાની ગોઝારી ઘટનાના પગલે પરિવારજનો અને સંબંધીઓના ટોળેટોળા ગાંધી હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. જેમાં હાજર પરિવારજનોએ જ્યાં સુધી હત્યારો ન ઝડપાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કરતા પોલીસ બેડામાં પણ દોડધામ મચી હતી.

હાલ તો પોલીસે હત્યા અંગેનો ગુનો દાખલ કરી ફરાર હત્યારા આરોપીને ઝબ્બે કરવા સહીતની વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે વઢવાણ શહેરમાં ધોળા દિવસે યુવતીની સરા જાહેર છરીના ઉપરા છાપરી ઘા ઝીંકી ઘાતકી હત્યાની ઘટનાના પગલે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોવાનો લોકોમાં ગણગણાટ જોવા મળ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કચ્છમાં ઈન્ડિયા બ્રિજ બોર્ડર પાસેથી શંકાસ્પદ વસ્તુમાં વિસ્ફોટ, લોકોમાં ભયનો માહોલ

આ પણ વાંચો:કચ્છમાં વિદ્યાસહાયકની સ્પેશિયલ ભરતીને લઈ જાહેરાત

આ પણ વાંચો:કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા, ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં માવઠું આવશે