Banaskantha News/ બનાસકાંઠામાં અંબાજી નજીક અકસ્માતમાં 6 લોકોના કરૂણ મોત

સિરોહી તાલુકામાં અંબાજી નજીક પાલી જિલ્લામાંથી મજૂરી કરીને 15 લોકો ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ટ્રક અને વાહન વચ્ચે ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત

Top Stories Gujarat Breaking News
Image 2024 09 16T082929.750 બનાસકાંઠામાં અંબાજી નજીક અકસ્માતમાં 6 લોકોના કરૂણ મોત

Banaskantha News: બનાસકાંઠામાં (Banaskantha) અંબાજી (Ambaji) નજીક સિરોહીમાં (Sirohi) ગમખ્વાર અકસ્માતમાં (Accident) 6 લોકોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે સિરોહી રિફર કરાયા છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

સિરોહી તાલુકામાં અંબાજી નજીક પાલી જિલ્લામાંથી મજૂરી કરીને 15 લોકો ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ટ્રક અને વાહન વચ્ચે ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત પિંડવારા પોલીસ સ્ટેશન વિસ્તારના કંટાલ પાસે સર્જાયો હતો. જેમાં 6 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે તેવી માહિતી મળવા પામી છે. તમામ ઘાયલોને પ્રાથમિક સારવાર માટે પિંડવાડાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ગંભીર રીતે ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે સિરોહી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.

WhatsApp Image 2024 09 16 at 12.57.24 AM બનાસકાંઠામાં અંબાજી નજીક અકસ્માતમાં 6 લોકોના કરૂણ મોત

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતકો અને ઈજાગ્રસ્તો ઝાડોલ અને ગોગુંદાના રહેવાસી છે. અકસ્માત થતાં લોકોએ એમ્બ્યુલન્સને અને પોલીસને જાણ કરી હતી. એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા હતા. અકસ્માત કેવી રીતે સર્જાયો, ક્યારે થયો તેની પોલીસ હાલ વિગત મેળવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

થોડા જ દિવસ અગાઉ માહિતી મુજબ પૂરપાટ ઝડપે આવતા પશુ ભરેલા ડેલાએ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, અંબાજી જતા 3 પદયાત્રીઓને પશુ ભરેલા ડાલાએ અડફેટે લીધા હતા. ડાલા ચાલકે એકદમ બ્રેક મારતાં ડાલું પલટી માર્યું હતું.  ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.  ડાલાની સ્પીડ વધુ હોવાથી 3 પદયાત્રીઓને અડફેટે લીધા હતા. જોકે, મોટી જાનહાનિ ટળી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજસ્થાનનાં બુંદીમાં ઘટી મોટી દુર્ઘટના, ભીષણ માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત

આ પણ વાંચો:રાજકોટના ઉપલેટામાં અકસ્માતમાં એકનું મોત

આ પણ વાંચો:રાજસ્થાનમાં બસે પલટી ખાધી…અકસ્માત સર્જાતા શાળાના બે બાળકોના મોત, 14 બાળકો ઘાયલ