Rajasthan News: રાજસ્થાનનાં (Rajasthan) બુંદી જિલ્લામાં (Bundi) ભીષણ માર્ગ અકસ્માતમાં (Road Accident) 6 લોકોના મોત નિપજ્યાં છે. હિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જયપુર નેશનલ હાઈવે (NH21) પર ઈકો કાર અને અજાણ્યા વાહન વચ્ચે અકસ્માત થયો હોવાનું કહેવાય છે. જિલ્લા પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તેઓએ 3 ગંભીર રીતે ઘાયલ લોકોને બુંદી જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા છે.
સ્થાનિક લોકોની મદદથી અધિકારીઓએ ક્રેનની મદદથી તમામ મૃતદેહોને બહાર કાઢ્યા અને બુંદી હોસ્પિટલ લઈ ગયા. અકસ્માતમાં 3 ઘાયલ થયા છે. ઘાયલો બેભાન હતા, ડોક્ટરો સાથે સતત વાતચીત બાદ મૃતકોની ઓળખ થઈ. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ દેવાસના રહેવાસી પ્રદીપને કોટા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો છે. પોલીસના મતે મધ્યપ્રદેશથી એક પરિવારના 9 લોકો કારમાં ખાટુશ્યામ જઈ રહ્યા હતા, દરમિયાન અકસ્માત સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ, ચાર રસ્તા પર ઈકો કારમાં મુસાફરી કરી રહેલા લોકોને ટક્કર મારનાર અજાણ્યા વાહન કાંકરીનું ડમ્પર હોવાનું આસપાસના લોકોએ પોલીસને જણાવ્યું હતું કે, કાંકરી ભરેલું ડમ્પર લોકોને ટક્કર મારીને ભાગી ગયો હતો. બાજુ ટ્રક ટોંક બાજુથી આવી રહી હતી અને કોટા બાજુથી જતી હતી. પોલીસે ચાર રસ્તા પર લગાવેલા સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા વાહનની શોધખોળ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ ટોંક જિલ્લામાંથી નેશનલ હાઈવે જયપુર પર બુંદી તરફ ગેરકાયદે કાંકરીના ડમ્પરો આવી રહ્યા છે.
આ પણ વાંચો:રાજકોટના ઉપલેટામાં અકસ્માતમાં એકનું મોત
આ પણ વાંચો:સાબરકાંઠામાં ઇલોલ રોડ પર અકસ્માત સર્જાતા બાઇકચાલકનું મોત
આ પણ વાંચો:ગાંધીનગરમાં ગમખ્વાર અકસ્માતમાં 2નાં ઘટનાસ્થળે મોત