Not Set/ ભરૂચના કોટ પારસીવાડમાં મકાનની દિવાલ થઈ ધરાશાઇ, સદનસીબે કોઈ જાનહાનિ નહિ

ભરૂચ, ડભોઈના સ્ટેશન રોડ વિસ્તારમાં ત્રણ માળના મકાનની દિવાલ ધરાશાઇ થવાનો બનાવ બન્યો હતો. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. મકાનની દિવાલ ધરાશાઇ થવાની સાથે જ અફરા તફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. જો કે કોઈનો જીવ જોખમમાં ન મુકાતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. આપને જણાવી […]

Gujarat Others

ભરૂચ,

ડભોઈના સ્ટેશન રોડ વિસ્તારમાં ત્રણ માળના મકાનની દિવાલ ધરાશાઇ થવાનો બનાવ બન્યો હતો. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. મકાનની દિવાલ ધરાશાઇ થવાની સાથે જ અફરા તફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. જો કે કોઈનો જીવ જોખમમાં ન મુકાતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

આપને જણાવી દઈએ એક  ભરૂચ શહેરમાં અનેક મકાનો જર્જરીત અને ભયજનક હાલતમાં હોવા છતાં તેને ઉતારી લેવામાં મકાન માલિકો અને નગર પાલિકા બેદરકાર જણાઇ રહી છે. ભરૂચમાં ચોમાસા દરમિયાન મકાન ધરાશાઇની ઘટના બની ર્હ્ગી છે તેમ છતાં કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા નથી.

ભરૂચ શહેરમાં આવેલ વેજલપુર વિસ્તારમાં ત્રણ દિવસમાં મકાનો ધરાશાઇ થવાની આ ચોથી ઘટના બની છે.જેમાં વેજલપુરના બામણીયા ઓવારા પાસે રહેતાં લખીબેન મીના મકાનની દિવાલ રવિવારે બપોરના સમયે અચાનક તુટી પડી હતી.

મહત્વનું છે કે પરિવારના લોકો નીચેના રૂમમાં બેઠા હતા તેથી તેમનો આબાદ બચવા થયો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.