લોકપ્રિય રિયાલિટી શો ખતરો કે ખિલાડી ટૂંક સમયમાં ટીવી પર શરૂ થવા જઈ રહ્યો છે. આ વખતે પણ ડાયરેક્ટ રોહિત શેટ્ટી શોને હોસ્ટ કરી રહ્યા છે. આ વખતે તમે શોમાં ઘણા નવા પ્રકારના મુશ્કેલ સ્ટંટ જોવા મળશે. શોનું શૂટિંગ બલ્ગેરિયામાં થઈ રહ્યું છે. શોના શૂટિંગના પહેલા જ દિવસે સેટ પરથી એક વીડિયો સોશ્યલ મીડિયા પર લીક થઇ ગયો છે.
વીડિયોમાં શોના સ્પર્ધક અને ટીવી એક્ટર કરણ પટેલ બે વિદેશી છોકરીઓ સાથે ‘વો હસીના વો નીલમ પરી, કર ગઈ કેસે જાદુગરી’ ગીત પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ શોના અન્ય કલાકારો કરણનો ડાન્સ પર્ફોર્મન્સ ખૂબ જ એન્જોય કરી રહ્યો છે.
https://www.instagram.com/p/B0yJNZfgNIe/?utm_source=ig_embed
તો ત્યાં જ બીજા વીડિયોમાં ધર્મેશ યેલાંડે જમીનથી ખૂબ ઉચાઇ પર કેબલ સાથે બંધાયેલા છે અને ડાન્સ કરી રહ્યા છે. વીડિયો જોતા લાગે છે કે ધર્મેશનો આ વીડિયો સ્ટંટ દરમિયાનનો છે. શોના પહેલા દિવસના શૂટિંગમાં સ્પર્ધકો ખૂબ મસ્તી કરતા જોવા મળે છે.
https://www.instagram.com/p/B0yNw8GHzas/?utm_source=ig_embed
આપને જણાવી દઈએ કે આ શોનું શૂટિંગ ઓગસ્ટ 2019 ના રોજ શરૂ થયું હતું. રોહિત શેટ્ટીએ ખતરો કે ખિલાડીના સેટ પર થી શોની જાણકારી પોતાનો ફોટો શેર કરીને કરી આપી હતી. રોહિતે ફોટો સાથેની કેપ્શન લખ્યું- ‘EVERYTHING YOU EVER WANTED IS ON THE OTHER SIDE OF FEAR… Khatron ke khiladi season 10 begins today in Bulgaria.
#khatronkekhiladiseason10 #colorstv’
https://www.instagram.com/p/B0yE1sVB3Sa/?utm_source=ig_embed
જણાવીએ કે આ વખતે ખતરો કે ખિલાડી શોમાં કરણ પટેલ, કરિશ્મા તન્ના, શિવિન નારંગ, અદા ખાન, આરજે મલ્લિસ્કા, બલરાજ અને અન્ય ઘણા લોકપ્રિય ટીવી સ્ટાર જોવા મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
