હોંગકોંગના લોકશાહી સમર્થક નેતા જિમી લાઈના કેસમાં કોર્ટ આજે (સોમવારે) ચુકાદો આપવાની છે. ચુકાદા પહેલાં જ રવિવારે તેમના સમર્થકો મોટી સંખ્યામાં કોર્ટ બહાર એકત્રિત થયા હતા. 78 વર્ષીય જિમી લાઈ પર ચીનના પ્રભાવ સામે અવાજ ઉઠાવવાનો સહિતના આરોપો લગાવવામાં આવ્યા છે. તેમની ધરપકડ અને કેસને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
કોર્ટ વહીવટીતંત્ર અનુસાર, કોર્ટહાઉસ માટે કુલ 565 ટિકિટ જારી કરી શકાય છે, જેમાં ફક્ત 58 લોકોને કોર્ટરૂમમાં પ્રવેશવાની મંજૂરી છે જ્યાં લાઈ હાજર થશે.
જીમી લાઈ પર શું આરોપ છે?
78 વર્ષીય જીમી લાઈ લગભગ પાંચ વર્ષથી જેલમાં છે. તેમને ચીનના શાસનનો વિરોધ કરવા, વિદેશી સંગઠનો સાથે સહયોગ કરવા અને રાષ્ટ્રની સુરક્ષા માટે જોખમ ઊભું કરવાનો આરોપ છે.
આ મુદ્દા પર વૈશ્વિક સ્તરે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
આ આરોપો હોંગકોંગના રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ આવે છે, જેમાં આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે, એમ ફરિયાદીઓએ જણાવ્યું હતું. તેઓ હોંગકોંગના અખબાર એપલ ડેઇલીના સ્થાપક છે.
તેમની ધરપકડ અને ટ્રાયલને લઈ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતાઓ વ્યાપી ગઈ છે. ભૂતપૂર્વ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ પણ રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની તાજેતરની બેઠકમાં જિમિ લાઇની મુક્ત કરવાના મુદ્દાને ઉઠાવ્યો હતો.
આ પણ વાંચો: હોંગકોંગમાં વિકરાળ આગ : 35 માળનાં 8 બિલ્ડિંગમાં આગ, 13નાં મોત અને 15 લોકો ઘાયલ
આ પણ વાંચો: હોંગકોંગનો કેન્સર મટાડતા CAR-T ઈન્જેક્શન અંગે મોટો દાવો જાણો, ઇન્જેક્શનની સ્થિતિ શું છે?
આ પણ વાંચો: હોંગકોંગનો કેન્સર મટાડતા CAR-T ઈન્જેક્શન અંગે મોટો દાવો જાણો, ઇન્જેક્શનની સ્થિતિ શું છે?
