Not Set/ દિલ્લી : ચાલુ કારમાં લાગી આગ, એન્જિનિયર જીવતો હોમાયો

દિલ્લી મંગળવારે આશરે સવારે ૫:૩૦ વાગ્યે  ભયાનક રીતે કારમાં આગ લગતા એન્જિનિયરનું મોત થયું છે. આગની જાણ થતા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોચી ગઈ હતી. ભારે મહેનત બાદ આગ કાબુમાં આવી હતી.કાર ચાલકના દહન થયેલા અવશેષોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. ડીપીએસ સોસાયટી નજીક […]

Top Stories India Trending

દિલ્લી

મંગળવારે આશરે સવારે ૫:૩૦ વાગ્યે  ભયાનક રીતે કારમાં આગ લગતા એન્જિનિયરનું મોત થયું છે.

આગની જાણ થતા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોચી ગઈ હતી. ભારે મહેનત બાદ આગ કાબુમાં આવી હતી.કાર ચાલકના દહન થયેલા અવશેષોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.

પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

ડીપીએસ સોસાયટી નજીક એક કારમાં આગ લાગી હતી. શરૂઆતમાં એવું લાગી રહ્યું હતું કે ખાલી કારમાં આગ લાગી છે પરંતુ પોલીસે તપાસ કરતા માલુમ પડ્યું હતું કે તેમાં એક માણસ પણ બેઠેલો હતો.

મૃતકની ઓળખાણ પવન રૂપે થઇ  છે. પવન મૂળ હિમાચલ પ્રદેશનો રહેવાસી હતો.

પવન નોઇડાની એક ગ્લોબલ કંપનીમાં કામ કરતો હતો. પવન નાઈટ શિફ્ટમાં કામ કરતો હતો. આ ઘટના થઇ ત્યારે તે નોકરીથી ઘર તરફ જઈ રહ્યો હતો.