આપણે સૌ જાણીએ છીએ કે નવું વર્ષ નવી આશાઓ અને નવા લક્ષ્યો લઈને આવ્યું છે. સમગ્ર વિશ્વમાં નવા વર્ષની ઉજવણી શરૂ થઈ ગઈ છે. નવા વર્ષને આવકારવા માટે લોકો જોરશોરથી તૈયારી કરી રહ્યા છે, પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એક એવો દેશ છે જ્યાં લોકો કબ્રસ્તાનમાં કબરોને સજાવીને અને તેની બાજુમાં સૂઈને નવા વર્ષનું સ્વાગત કરે છે.
અહી એવો એક દેશ છે જયા લોકો નવા વર્ષને આવકારવા માટે મધરાત પહેલા કબ્રસ્તાનમાં જાય છે. ત્યાં તેઓ તેમના પરિચિતોની કબરો પાસે સૂઈ જાય છે. નવા વર્ષને આવકારવાની આ એક વિચિત્ર પરંપરા છે. લોકો આવું એટલા માટે કરે છે કારણ કે તેનાથી તેમના પૂર્વજોની આત્માને શાંતિ મળશે.
ચિલીની દેશના લોકો માને છે કે તેમના સંબંધીઓ જૂના વર્ષના અંતની ઉજવણી કરવા માટે તેમની કબરો પર પાછા ફરે છે. તેથી જ લોકો કબરો પાસે સૂવા માટે આવે છે. આ દરમિયાન અહીં તે લોકો પોતાના પરિવારને ખુશ કરવા ફટાકડા બનાવે છે.
આ પણ વાંચો:ઓમિક્રોનનો ફફડાટ / દેશમાં ઓમિક્રોનના કેસનો આંકડો 1400ને પાર, જાણો તમારા રાજ્યમાં કેટલા દર્દીઓ?
તેઓ તેમના પૂર્વજોની કબરોને સારી રીતે શણગારે છે અને પાર્ટી કર્યા પછી, તેઓ કબરની પાસે પલંગ મૂકીને સૂઈ જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે નવા વર્ષ દરમિયાન ચિલીના શહેરોની સાથે ત્યાંના કબ્રસ્તાન પણ રોશનીથી ઝળહળી ઉઠે છે. ચિલીના લોકો આખી રાત ત્યાં રહે છે.
તેઓ ત્યાં રહીને જૂના વર્ષને વિદાય આપે છે તો નવા વર્ષનું સ્વાગત પણ અહીંથી કરે છે. તેઓને લાગે છે કે તેમના બાબા, દાદી અથવા ગુજરી ગયેલા અન્ય પ્રિય સંબંધીઓ આ પ્રસંગે તેમની સાથે હશે તો તેમનું નસીબ સારું રહેશે. પછી તેમનું આગામી વર્ષ સારું નસીબ લાવશે, નવા વર્ષના એક દિવસ પહેલા લોકો રાત્રે એક ચમચી કઠોળ ખાય છે. એવું માનવામાં આવે છે કે આ આગામી 12 મહિના માટે સમૃદ્ધિ લાવે છે. ચિલીમાં, આ દિવસે જૂતાની નીચે પૈસા રાખવાનો પણ રિવાજ છે.
આ પણ વાંચો:નવા વર્ષમાં વધુ એક દુર્ઘટના / તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, ત્રણનાં મોત, પાંચ ઘાયલ
