Gadjets/ Google આ સર્વિસને 4 દિવસ બાદ કરશે બંધ, આ રીતે કરો ડેટા ટ્રાંસફર

છેલ્લા 8 વર્ષથી ચાલતી ગૂગલની વિશેષ સેવાઓ આ મહિનામાં બંધ થવાની છે.

Tech & Auto

છેલ્લા 8 વર્ષથી ચાલતી ગૂગલની વિશેષ સેવાઓ આ મહિનામાં બંધ થવાની છે. 24 ફેબ્રુઆરીએ, Google Play Music એપ્લિકેશન બંધ થઈ જશે, ત્યારબાદ ગૂગલ આ એપને કોઈપણ પ્રકારનો સપોર્ટ આપશે નહી. આવી સ્થિતિમાં, જો તમે Google Play Music એપ્લિકેશનનો ઉપયોગ કરો છો, તો તમારી પાસે ફક્ત 4 દિવસ બાકી છે.

Auto / 45 હજાર સુધીની રેન્જમાં ખરીદ્યો સેકન્ડ હેન્ડ રોયલ એનફીલ્ડ, બજાજ અને હોન્ડાની બાઇક, અહીં મળશે યાદી

માહિતી અનુસાર, ગૂગલ તેની પ્લે મ્યુઝિક એપ્લિકેશનને યુટ્યુબ મ્યુઝિક એપથી બદલવા જઈ રહ્યું છે. જણાવી દઇએ કે, કંપનીએ ગયા વર્ષે આ જાહેરાત કરી હતી. જો તમે હજી પણ તમારા મનપસંદ ગીતોને ગૂગલ પ્લે મ્યુઝિક એપ્લિકેશન પર સેવ કરી રાખ્યા છે, તો પછી તેને બીજી એપ્લિકેશનમાં ટ્રાંસફર કરી લો. આપને જણાવી દઇએ કે, ગૂગલે મેલમાં જણાવ્યું હતુ કે, 24 ફેબ્રુઆરી, 2021 નાં ​​રોજ, તમારો તમામ Google Play મ્યુઝિક ડેટા દૂર કરી દેવામાં આવશે. આમાં તમારી મ્યુઝિકલ લાઇબ્રેરી કોઇ પણ અપલોડ, ખરીદી અને Google Play Music થી તમારા દ્વારા જોડવામા આવેલ ઘણુ બધુ સામેલ છે. આ તારીખ પછી, તેને recover કરવાની કોઈ રીત રહેશે નહીં.

Mobile / samsung અને Nokia સહિત આ સ્માર્ટોફોનની કિંમત 5000થી પણ ઓછી, મળશે દમદાર ફીચર

ખાસ કરીને, મ્યુઝિક-સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ સત્તાવાર રીતે ડિસેમ્બર 2020 માં બંધ કરવામાં આવ્યો હતો. જો કે, તેણે તેના યૂઝર્સને 24 ફેબ્રુઆરી સુધી Google Play Music માંથી તેમના ડેટાને ડાઉનલોડ, ટ્રાન્સફર અથવા હટાવવાનો સમય આપ્યો છે, જે પછી તે બધુ કાયમી ધોરણે કાઠી નાખવામાં આવશે. ટેક દિગ્ગજે યૂઝર્સને તેમની મ્યુઝિક સ્ટ્રીમિંગ સેવાને 24 ફેબ્રુઆરી પહેલા YouTube મ્યુઝિકમાં ટ્રાંસફર કરવા વિનંતી કરી છે.

Technology / WhatsApp પર તમે પોતાની સાથે જ કરી શકો છો ચેટ, જાણો કેવી રીતે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…