અછત/ નાગપુરમાં ઓકસિજન અને ઇન્જેકશનની અછત , ડોકટરોના ઘરણાં

બે કર્મચારીઓને કાળાં બજાર કરવા બાબતે તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી

India
doctor નાગપુરમાં ઓકસિજન અને ઇન્જેકશનની અછત , ડોકટરોના ઘરણાં

નાગપુરમાં ઓકસિજન બેડ અને રેમડેસિવરની અછતના લીધે ડોકટરો ધરણાં પર બેઠા છે

કોરોનાની લહેરે માઝા મૂકી છે દેશમાં સૌથી વધુ કોરોના સંક્રમણના કેસો મહારાષ્ટ્રમાં  છે. રાજ્યની હાલત ખુબ ભંયકર  છે.  ઓકસિજન સાથે ઇન્જેકશનની અછતના લીધે પરિસ્થિતિ વધુ વણસી છે. નાગપુરમાં ઓકસિજન બેડ અને રેમડેસિવરની અછતના લીધે ડોકટરો ધરણાં પર બેઠા છે.

હોસ્પિટલના સ્થાનિક ડોકટરોએ જિલ્લા પ્રશાસન સામે ધરણાં કરીને પ્રદર્શન કર્યા હતા

નાગપુરમાં ઓકસિજન બેડ અને ઇન્જેકશનની અછતના કારણે જિલ્લા મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સ્થાનિક ડોકટરોએ જિલ્લા પ્રશાસન સામે ધરણાં કરીને પ્રદર્શન કર્યા હતા .કોરોના સંક્રમણના કેસો પ્રતિદિન નાગપુરમાં ખુબ વધી રહ્યાં છે. આરોગ્યની સુવિધાના અભાવે  ડોકટરો ધરણાં પર બેઠા હતાં.

બે કર્મચારીઓની તો ઇન્જેકશને કાળાં બજાર કરવા બાબતે તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી

મહારાષ્ટ્રમાં કોરોનાની વિસ્ફોટક સ્થિતિ  છે, ઇન્જેકશનના પણ કાળાં બજાર થઇ રહ્યા છે.  બે કર્મચારીઓની તો ઇન્જેકશને કાળાં બજાર કરવા બાબતે તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. હવે જો આજ પરિસ્થિતી રહેશે તો આગળનો સમય કેવી સમસ્યાઓ સર્જીશે તે કહેવુ મુશ્કેલ છે.