ચૂંટણી/ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આગામી વિધાનસભાની ચૂંટણી અયોધ્યાથી લડી શકે છે?

અયોધ્યાના ધારાસભ્યએ સીએમ યોગી માટે બેઠક છોડવાની વાત પણ કરી છે. રાજકીય વર્તુળોમાં આવી અટકળો શરૂ થઈ છે

India
up chief minister મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આગામી વિધાનસભાની ચૂંટણી અયોધ્યાથી લડી શકે છે?

ઉત્તપ્રદેશમાં આગામી 2022માં વિધાનસભાની ચૂંટણીમાં સીએમ યોગી અયોધ્યાથી ચૂંટણી લડી શકે છે. અયોધ્યાના ધારાસભ્યએ સીએમ યોગી માટે બેઠક છોડવાની વાત પણ કરી છે. રાજકીય વર્તુળોમાં આવી અટકળો શરૂ થઈ હતી. જો કે આ મામલે કેટલી સાચી  છે, તેની પુષ્ટિ થઈ નથી. હકીકતમાં, રવિવારે સીએમ યોગીના આગમન દરમિયાન, અયોધ્યાના ધારાસભ્ય વેદપ્રકાશ ગુપ્તા સીએમ યોગીની વિધાનસભાની ચૂંટણી લડશે તે વિશે એક સવાલ પૂછવામાં આવ્યો હતો. ધારાસભ્યએ સીએમ યોગીના અયોધ્યાથી ચૂંટણી લડવાના પ્રશ્ને ખુશી વ્યક્ત કરી.

ધારાસભ્યએ કહ્યું હતું કે જો મુખ્યમંત્રી અયોધ્યાથી ચૂંટણી લડે તો તેઓ તેમના માટે અયોધ્યા બેઠક છોડી દેવા માટે તૈયાર છે. તેમણે કહ્યું હતું કે અયોધ્યાથી સીએમ યોગીની ચૂંટણી લડવી અયોધ્યાના લોકો માટે ગર્વની વાત છે. જો કે, બાદમાં તેમણે કહ્યું કે, 2022 માં કોણ કયાંથી ચૂંટણી લડશે તે તો પાર્ટી નિર્ણય લેશે. તેમણે વધુમાં કહ્યું કે, જો સીએમ યોગી અયોધ્યાથી ચૂંટણી લડે તો તેઓ તેમના માટે પ્રચાર કરશે. સીએમ યોગીએ અયોધ્યાથી ચૂંટણી લડવાની અટકળોને કારણે રાજકીય વર્તુળોમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. વિપક્ષે તેની લડતી ચૂંટણીને લઇને સોશ્યલ મીડિયા પર ટિપ્પણી શરૂ કરી દીધી છે.

સીએમ યોગીએ 26 વર્ષની ઉંમરે પહેલી ચૂંટણી લડી હતી. સીએમ યોગી 1998 માં પહેલીવાર ચૂંટણી જીતીને 12 મી લોકસભાના સૌથી યુવા સાંસદ બન્યા. ભાજપના ઉમેદવાર તરીકે ગોરખપુરથી ચૂંટણી લડનાર યોગી આદિત્યનાથે બહુ ઓછા અંતરથી ચૂંટણી જીતી હતી. પરંતુ તે પછી દરેક ચૂંટણીમાં તેનો વિજયનો માર્જિગ વધતો ગયો. યોગી આદિત્યનાથ અત્યાર સુધી પાંચ વખત ગોરખપુરથી સાંસદ ચૂંટાયા છે.