Bollywood/ પંજાબમાં ખેડૂતોએ કાર રોકી તો કંગનાએ કહ્યુ- દેશમાં જાહેરમાં થઇ રહ્યુ છે મોબ લિંચિંગ

કંગના રનૌતે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ઘણા વીડિયો શેર કર્યા છે, જેમાં તે હિમાચલથી પંજાબ જતા સમયે તેની સાથે બનેલી ઘટનાનું વર્ણન કરતી જોવા મળે છે.

Top Stories
કંગના

કંગના રનૌતે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ઘણા વીડિયો શેર કર્યા છે, જેમાં તે હિમાચલથી પંજાબ જતા સમયે તેની સાથે બનેલી ઘટનાનું વર્ણન કરતી જોવા મળે છે. કંગનાએ સૌ પ્રથમ એક સ્ટોરી મૂકી હતી જેમાં તેની કારની આસપાસ ધ્વજ સાથે ખેડૂતોની ભીડ તેના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતી જોવા મળે છે.

કંગના

આ પણ વાંચો – સંકટમાં ગુજરાત / રાજ્યમાં Omicron નાં દર્દીની વાંચો ટ્રાવેલ હિસ્ટ્રી, જામનગર-રાજકોટ બાદ શું અમદાવાદમાં હશે એન્ટ્રી?

આ પછી, કંગનાએ પોતે એક વીડિયો શૂટ કર્યો અને તેની વાત તેના ચાહકો સુધી પહોંચાડી. કંગનાએ વીડિયોમાં કહ્યું, “હું હિમાચલથી હમણા જ નીકળી છું કારણ કે મારી ફ્લાઈટ કેન્સલ થઈ ગઈ હતી, પંજાબમાં અહીં આવતા જ ટોળાએ મને ઘેરી લીધી હતી. તેઓ પોતાને ખેડૂત ગણાવે છે અને મારા પર હુમલો કરે છે, મારી સાથે દુર્વ્યવહાર કરે છે અને મારી નાખવાની ધમકી આપે છે. વીડિયોમાં પોતાની વાત જણાવતા કંગનાએ કહ્યું કે, આ દેશમાં જાહેરમાં આ પ્રકારનું મોબ લિંચિંગ થઈ રહ્યું છે, જો મારી સાથે કોઈ સુરક્ષાકર્મી નહોત તો અહીં શું થયુ હોત, અહીંની સ્થિતિ અવિશ્વસનીય છે. અહીં ઘણા બધા પોલીસકર્મીઓ છે, છતા મારી કારને જવા દેવામાં આવી નથી. શું હું રાજકારણી છું? શું હું પાર્ટી ચલાવી રહી છું? આ અવિશ્વસનીય છે.

કંગનાએ પોતાના વીડિયોમાં એવા લોકો પર નિશાન સાધ્યું જેઓ તેના નામ પર રાજનીતિ કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, “ઘણા લોકો મારા નામ પર રાજનીતિ રમી રહ્યા છે અને આ તે જ રાજકારણનું પરિણામ છે જે આજે થઈ રહ્યું છે. ટોળાએ મારી કારને સંપૂર્ણ રીતે ઘેરી લીધી છે, જો અહીં પોલીસ ન હોત તો અહીં ખુલ્લેઆમ લિંચિંગ થયું હોત. શરમ આવે છે આવા લોકો પર.

કંગના

આ પણ વાંચો – હાસ્યની છોળો ઉડાડતી ફિલ્મ / કોરોના,ઓમિક્રોનના સમાચાર વાંચીને, સાંભળીને કંટાળી ગયા છો? તો ધનધતુડીપતુડી જોઈ નાંખો

જણાવી દઇએ કે, કંગનાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર અન્ય એક વીડિયો શેર કર્યો છે જેમાં તે કેટલીક પંજાબી મહિલાઓ સાથે પ્રેમથી વાત કરતી જોવા મળી રહી છે. તે તેની કારનો કાચ ખોલીને હાથ મિલાવીને તેની સાથે વાત કરી રહી છે. આ વીડિયો પર તેણે લખ્યું છે કે બધાએ મને રોકી, છતાં મેં વાત કરી. આ દરમિયાન તે મહિલાઓ અને કંગના વચ્ચે સારી વાતચીત જોવા મળી હતી. આ પછી કંગનાએ પોતાને સુરક્ષિત ગણાવી અને ત્યાંથી સુરક્ષિત બહાર નીકળવાની માહિતી શેર કરી.