એવોર્ડ/ IPS અભય ચુડાસમા,ઉષા રાડા,અને ગીરીશ સિંઘલ સહિત ગુજરાતના 6 અધિકારીઓનો સન્માન કરવામાં આવશે

કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા આપવામાં આવતા આ એવોર્ડમાં માટે ઉત્તમ તપાસ અને તપાસના અંતે આરોપીને થયેલી સજાને આધારે તપાસ કરનાર દેશના ઉત્તમ પોલીસ અધિકારીઓને ખાસ તપાસ અને તેના પરિણામ માટે એવોર્ડ આપવામાં આવે છે.

Top Stories Gujarat
4 18 IPS અભય ચુડાસમા,ઉષા રાડા,અને ગીરીશ સિંઘલ સહિત ગુજરાતના 6 અધિકારીઓનો સન્માન કરવામાં આવશે

ભારત સરકારે ગુજરાતના 6 પોલીસ અધિકારીઓને એવોર્ડ આપવાનો નિર્ણય લીધો છે.કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા આપવામાં આવતા આ એવોર્ડમાં માટે ઉત્તમ તપાસ અને તપાસના અંતે આરોપીને થયેલી સજાને આધારે તપાસ કરનાર દેશના ઉત્તમ પોલીસ અધિકારીઓને ખાસ તપાસ અને તેના પરિણામ માટે એવોર્ડ આપવામાં આવે છે.દર વર્ષની જેમ આ વર્ષે તપાસમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ દેશના પોલીસકર્મીઓને કેન્દ્રીય ગૃહમંત્રી મેડલની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના 6 સહિત 151 પોલીસકર્મીઓમાં પોલીસ અને તપાસ એજન્સીઓ સાથે સંકળાયેલાને આ મેડલ એનાયત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે અમદાવાદમાં 2008માં જે સિરિયલ વિસ્ફોટ થયા હતા તે અધિકારીઓ પર સરકારે પસંદગી ઉતારી છે, હાલમાં ગાંધીનગર રેંજ આઈજીપી તરીકે ફરજ બજાવતા આઈપીએસ અધિકારી અભય ચુડાસમા, કરાઈ પોલીસ એકેડમી ખાતે કમાન્ડો સેન્ટરની જવાબદારી સંભાળતા આઈજીપી ગીરીશ સિંઘલ અને સુરતના ડીસીપી ઉષા રાડાની દરખાસ્ત ગુજરાત સરકારે મોકલી હતી, જેને કેન્દ્રીય ગૃહ વિભાગે માન્ય કરી હતી. અમદાવાદ બ્લાસ્ટ કેસની તપાસ નવ મહિના ચાલી હતી જેમાં 80 કરતા વધુ આરોપીઓ પોલીસે પકડ્યા હતા. 2022માં કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે કસુરવાર આરોપીઓને ફાંસની સજાનો હુકમ કર્યો હતો.