Not Set/ વલસાડ/ શાળાના ગ્રાઉન્ડમાં જ વિદ્યાર્થીએ ઝાડ પર લટકી કરી આત્મહત્યા

આજે નાની ઉમરમાં પણ આત્મહત્યાનું પ્રમાણ વધતું જાય છે. દિવસે ને દિવસે લોકોની જીવન પ્રત્યે મોહ ઓછો થઇ રહ્યો છે કે પછી લોકો ની સહનશક્તિ..? આજની મોજમસ્તી ભરી જિંદગી, માતા-પિતાનું હદ કરતા વધારે બાળકો પ્રત્યે કાળજી શું આ અબ્ધી વસ્તુઓ બાળકોની સહનશક્તિ છીનવી રહી છે..? પહેલાની જે શિક્ષણ પદ્ધતિ બાળકોમાં સહનશક્તિ અને સમાજજીવનના પાઠ શીખવતી […]

Gujarat Others
rupani 2 વલસાડ/ શાળાના ગ્રાઉન્ડમાં જ વિદ્યાર્થીએ ઝાડ પર લટકી કરી આત્મહત્યા

આજે નાની ઉમરમાં પણ આત્મહત્યાનું પ્રમાણ વધતું જાય છે. દિવસે ને દિવસે લોકોની જીવન પ્રત્યે મોહ ઓછો થઇ રહ્યો છે કે પછી લોકો ની સહનશક્તિ..? આજની મોજમસ્તી ભરી જિંદગી, માતા-પિતાનું હદ કરતા વધારે બાળકો પ્રત્યે કાળજી શું આ અબ્ધી વસ્તુઓ બાળકોની સહનશક્તિ છીનવી રહી છે..?

પહેલાની જે શિક્ષણ પદ્ધતિ બાળકોમાં સહનશક્તિ અને સમાજજીવનના પાઠ શીખવતી હતી. તેની જગ્યાએ આજે શિક્ષણએ વિધાર્થીને પાંગળો બનાવી મુક્યો છે. લોકો સામાન્ય વાતમાં આત્મહત્યા સુધી પહોચી જાય છે.

આવું જ કાઈ જોવા મળ્યું છે વલસાડ જીલ્લાના પારનેરા ગામમાં. અહીં ની એક ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણતા વિદ્યાર્થીએ શાળાના જ કેમ્પસમાં ઝાડ પર લટકીને આત્મ હત્યા કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, વલસાડ જીલ્લાના પારનેરા ગામમાં આવેલી સાર્વજનિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી દ્વારા શાળા ના જ કેમ્પસ માં આવેલા ઝાડ પર ગળે ફાસો ખાઈને જીવન ટુંકાવ્યું છે. આ વિદ્યાર્થી ધોરણ નવમાં અભ્યાસ કરતો હોવાનું જાણવા માંલ્યુચે. તેને આપઘાત કરતા પહેલા વર્ગખંડના બ્લેક બોર્ડ પર આજ ની તારીખ અને સોરી લખ્યું હતું. 9 માં ધોરણ માં અભ્યાસ કરતો આ વિદ્યાર્થી મૂળ ધરમપુરનો નિવાસી હોવાનું જાણવા મળ્યું છે.

ઘટના ની જાણ ગામ લોકો ને થતા લોકો ત્યાં ઉમટી પડ્યા હતા. તો બીજી બાજુ ઘટના ની જાણ ગામ ના સરપંચ અને પોલીસ ને થતા પોલીસ તત્ક્લિક ઘટના સ્થળે આવી પહોચી હતી. જોકે આત્મહત્યા કરવાનું કારણ અકબંધ છે. આ ઘટના ને લઈને શાળામાં અને ગામમાં શોક ની લાગણી પ્રસરી છે.

https://www.youtube.com/watch?v=Dw0_Pdqkyuo

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.