IND vs SL/ ભારત-શ્રીલંકા વચ્ચે આજે રમાશે નિર્ણાયક મેચ, ટીમ ઈન્ડિયા જીતનાં ઈરાદે મેદાનમાં ઉતરશે

ભારતીય ક્રિકેટ ટીમ આજે રાત્રે શ્રીલંકામાં ત્રણ મેચની ટી 20 સીરીઝની નિર્ણાયક મેચમાં રમશે. સીરીઝની પહેલી મેચ જીતીને 1-0થી લીડ મેળવનાર ટીમ ઈન્ડિયાને બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

Top Stories Sports
11 605 ભારત-શ્રીલંકા વચ્ચે આજે રમાશે નિર્ણાયક મેચ, ટીમ ઈન્ડિયા જીતનાં ઈરાદે મેદાનમાં ઉતરશે

ભારતીય ક્રિકેટ ટીમ આજે રાત્રે શ્રીલંકામાં ત્રણ મેચની ટી 20 સીરીઝની નિર્ણાયક મેચમાં રમશે. સીરીઝની પહેલી મેચ જીતીને 1-0થી લીડ મેળવનાર ટીમ ઈન્ડિયાને બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ગત રાત્રીએ રમાયેલી બીજી મેચમાં 4 વિકેટથી જીત નોંધીને યજમાનોએ સીરીઝ 1-1થી બરાબરી કરી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે 132 રન બનાવ્યા હતા, જેના જવાબમાં શ્રીલંકાએ 19.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને લક્ષ્ય મેળવ્યું હતું.

11 606 ભારત-શ્રીલંકા વચ્ચે આજે રમાશે નિર્ણાયક મેચ, ટીમ ઈન્ડિયા જીતનાં ઈરાદે મેદાનમાં ઉતરશે

આ પણ વાંચો – Tokyo Olympic 2021 / બોક્સર સતિષ કુમારે જમૈકાનાં રિકાર્ડો બ્રાઉનને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં કર્યો પ્રવેશ

ભારત અને શ્રીલંકાની ટીમો આજ રાતે સીરીઝ કબજે કરવાના આશય સાથે મેદાનમાં ઉતરશે. 24 કલાકની અંદર, બંને ટીમો ફરી એક વખત એકબીજાનો સામનો કરશે. ટીમ ઈન્ડિયાનાં ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા કોરોના સંક્રમિત થયા હોવાના કારણે બીજી મેચ એક દિવસ માટે મુલતવી રાખવામાં આવી હતી. કૃણાલનાં સંપર્કમાં આવેલા ભારતનાં 8 ખેલાડીઓને પણ અલગ રાખવામાં આવ્યા હતા. જેના કારણે ભારતે પ્લેઈંગ ઇલેવનમાં મોટા ફેરફારો કરવા પડ્યા હતા. બીજા ટી-20 માં દેવદત્ત પૌડિકલ, ઋતુરાજ ગાયકવાડ, નીતીશ રાણા અને ચેતન સાકરીયા સહિત ચાર ખેલાડીઓએ ભારત તરફથી ડેબ્યુ કર્યું હતું. આ મેચ ભારત માટે સારી રહી ન હોતી, કારણ કે, ટીમ સારો સ્કોર બનાવવામાં નિષ્ફળ ગઈ હતી અને ત્યારબાદ બોલિંગમાં પણ નિરાશા જોવા મળી હતી. દેવદત્ત, ઋતુરાજ અને નીતિશ ટીમ માટે તેમના બેટથી વધારે ફાળો આપી શક્યા નહીં અને પ્રથમ મેચમાં તેમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતુ.

11 607 ભારત-શ્રીલંકા વચ્ચે આજે રમાશે નિર્ણાયક મેચ, ટીમ ઈન્ડિયા જીતનાં ઈરાદે મેદાનમાં ઉતરશે

આ પણ વાંચો – રેલ્વે મંત્રાલયની મોટી જાહેરાત / ઓલમ્પિકમાં ગયેલા ખેલાડીઓ અને કોચ ને , મેડલ જીતવા બદલ કરોડોનું ઈનામ મળશે

આ મેચમાં શ્રીલંકાની ટીમનાં કેપ્ટન દસુન શનાકાએ ટોસ જીતીને બોલિંગનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 132 રન બનાવ્યા હતા. કેપ્ટન શિખર ધવને 40 રનની ઇનિંગ રમીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યો હતો. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા આવેલા ભારતીય ટીમનાં કેપ્ટન શિખર ધવનને આ મેચમાં નવો સાથી મળ્યો હતો. તેની સાથે ઋતુરાજ ગાયકવાડે ઓપનિંગ કરી હતી, જે તેની પ્રથમ ટી-20 મેચ રમી રહ્યા છે. બંનેએ 6 ઓવરનાં પાવરપ્લેમાં કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 45 રન બનાવ્યા હતા. જોકે, પછીની ઓવરમાં જ ઋતુરાજ ગાયકવાડે 18 બોલમાં 21 રન બનાવ્યા હતા અને દસુન શનાકાની બોલ પર મિનોદ ભાનુકાનાં હાથે કેચ આઉટ થયો હતો. સારી બેટિંગ કરી રહેલા ધવન અકિલા ધનંજયનાં બોલ પર મોટો શોટ લગાવવાનાં પ્રયાસમાં ક્લીન બોલ્ડ થયો હતો. તેણે 42 બોલમાં 40 રન બનાવ્યા હતા.