Not Set/ દલિતો માટે કોંગ્રેસના ધરણાં: રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓ અને શહેરોમાં ઉપવાસ અને ધરણાંનું આયોજન

ગુજરાત, એટ્રોસિટી એક્ટમાં સુપ્રીમ કોર્ટ દ્વારા કરાયેલા ફેરફાર બાદ દલિતોના સમર્થનમાં કોંગ્રેસ દ્વારા આજે ઠેર ઠેર ઉપવાસ અને ધરણાંનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં પણ જુદા જુદા જિલ્લાઓ અને શહેરોમાં કોંગ્રેસે ઉપવાસ યોજ્યા.. પાટણમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણાં યોજવામાં આવ્યા હતા. જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કાનજી દેસાઈએ કેન્દ્ર સરકાર પર આક્ષેપ કહ્યું કે ભાજપે સત્તા સંભાળી […]

Gujarat
66e354e7 5d3b 4215 b414 d12618b95db6 2 દલિતો માટે કોંગ્રેસના ધરણાં: રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓ અને શહેરોમાં ઉપવાસ અને ધરણાંનું આયોજન

ગુજરાત,

એટ્રોસિટી એક્ટમાં સુપ્રીમ કોર્ટ દ્વારા કરાયેલા ફેરફાર બાદ દલિતોના સમર્થનમાં કોંગ્રેસ દ્વારા આજે ઠેર ઠેર ઉપવાસ અને ધરણાંનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં પણ જુદા જુદા જિલ્લાઓ અને શહેરોમાં કોંગ્રેસે ઉપવાસ યોજ્યા..

પાટણમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણાં યોજવામાં આવ્યા હતા. જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કાનજી દેસાઈએ કેન્દ્ર સરકાર પર આક્ષેપ કહ્યું કે ભાજપે સત્તા સંભાળી ત્યારથી દેશમાં એકતાનો અભાવ જોવા મળી રહ્યો છે. આ તરફ કચ્છના ભૂજમાં પણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું.

સવારે ૧૧ થી પ વાગ્યા સુધી આ ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કોંગ્રેસના આગેવાનો સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો આ ઉપવાસમાં જોડાયા છે. ગાંધીનગર ખાતે પણ કોંગ્રેસના નેતાઓ દ્વારા ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે. કોમી એખલાસની ભાવના જળવાઈ રહે તે માટે  સેક્ટર -6માં સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસ દ્વારા ધરણાં યોજવામાં આવ્યા હતા. તો સૌરાષ્ટ્રના રાજકોટમાં પણ કોંગ્રેસે ઉપવાસનું આયોજન કર્યું હતું.

સોમવારે દલિત પર દમનથી લઇને નરેન્દ્ર મોદી સરકારની નિષ્ફળતાઓ મામલે કોંગ્રેસ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી પોતે આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરશે અને દિલ્હીમાં મહાત્મા ગાંધીની સમાધિ પર એક દિવસના પ્રતીક ઉપવાસ બેઠા છે. રાહુલ ગાંધી કોંગ્રેસના નેતા અજય માકન અને બીજા સાસંદો સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.