Not Set/ કચ્છ : નવરાત્રીમા એસટી દ્વારા 200 જેટલી બસો મુકાશે, માતાના મઢ જવાનો રૂટ 24 કલાક ચાલુ રહેશે

નવરાત્રીના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે, તેમ પદયાત્રીઓનો ધસારો કચ્છ તરફ વધી રહ્યો છે. નવરાત્રીમા કચ્છની કુળદેવી માં આશાપુરા ના દર્શનાથે જવા શ્રદ્ધાળુઓને તકલીફ ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા ચાલુ વર્ષે કુલ 200 એસટી બસ માતાના મઢના પ્રવાસન માટે રાખવામાં આવી છે. ક્ચ્છ એસટી વિભાગના નિયામક શ્રી જાડેજાએ વિગતો આપતા જણાવ્યું કે, આ […]

Top Stories Gujarat Others
KTC Madh 4 કચ્છ : નવરાત્રીમા એસટી દ્વારા 200 જેટલી બસો મુકાશે, માતાના મઢ જવાનો રૂટ 24 કલાક ચાલુ રહેશે

નવરાત્રીના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે, તેમ પદયાત્રીઓનો ધસારો કચ્છ તરફ વધી રહ્યો છે. નવરાત્રીમા કચ્છની કુળદેવી માં આશાપુરા ના દર્શનાથે જવા શ્રદ્ધાળુઓને તકલીફ ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા ચાલુ વર્ષે કુલ 200 એસટી બસ માતાના મઢના પ્રવાસન માટે રાખવામાં આવી છે.

KTC Madh 3 e1538657242859 કચ્છ : નવરાત્રીમા એસટી દ્વારા 200 જેટલી બસો મુકાશે, માતાના મઢ જવાનો રૂટ 24 કલાક ચાલુ રહેશે

ક્ચ્છ એસટી વિભાગના નિયામક શ્રી જાડેજાએ વિગતો આપતા જણાવ્યું કે, આ વખતે ભુજ વિભાગની 60 અને જિલ્લા બહારની 140 બસો મળી, કુલ 200 ગાડીઓ માતાના મઢ પ્રવાસન માટે રાખવામાં આવી છે. ગત વર્ષે 170 જેટલી ગાડીઓ રાખવામાં આવી હતી.

KTC Madh 2 e1538657280951 કચ્છ : નવરાત્રીમા એસટી દ્વારા 200 જેટલી બસો મુકાશે, માતાના મઢ જવાનો રૂટ 24 કલાક ચાલુ રહેશે

જો કે, આ વખતે નવરાત્રીમાં શાળા કોલેજો માં રજા હોવાથી શ્રદ્ધાળુઓનો ધસારો વધવાની શકયતા છે, જેને લઈને 30 બસ ની સુવિધા વધારવામાં આવી છે. માતાના મઢ જવા માટેની આ સ્પેશિયલ બસ ની સુવિધા 7 તારીખ થી શરૂ થશે અને નવરાત્રી પૂર્ણ થાય ત્યાં સુધી આ સેવા ચાલશે.

KTC Madh e1538657312315 કચ્છ : નવરાત્રીમા એસટી દ્વારા 200 જેટલી બસો મુકાશે, માતાના મઢ જવાનો રૂટ 24 કલાક ચાલુ રહેશે

જેમાં ભુજ, અંજાર, ગાંધીધામ, ભચાઉ ,રાપર, નલિયા , માંડવી, મુન્દ્રા થી માતાના મઢ રૂટ ગોઠવવામાં આવ્યા છે, જે રૂટ 24 કલાક સતત ચાલુ જ રહેશે. ગત વર્ષે માતાના મઢ જવા માટે ગોઠવાયેલી સ્પેશિયલ બસોની સેવામાંથી નિગમને 74 લાખની આવક થઈ હતી. આ વખતે વેકેશનને અનુલક્ષીને 1 કરોડની આવક થાય તેવો અંદાજ વ્યક્ત કરાયો છે.