Fake Medicine Scanner/ દવા અસલી છે કે નકલી? આવા સ્કેન કરવાથી ઘરે બેઠા જ મિનિટોમાં જાણી શકાશે સત્ય

સરકાર પણ નકલી દવાઓથી છુટકારો મેળવવા એક્શનમાં જોવા મળી રહી છે. એટલા માટે તે આવી એપ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.

Top Stories India
દવા

દેશમાં નકલી દવાઓનો કારોબાર દિવસેને દિવસે વધી રહ્યો છે. નકલી દવાઓ એટલી હાનિકારક છે કે તેના કારણે લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે. હવે આ નકલી દવાઓ લોકોને નુકસાન તો પહોંચાડે જ છે પરંતુ દવા કંપનીઓ માટે પણ માથાનો દુખાવો બની ગઈ છે.

QR કોડ સ્કેનર એપ લોન્ચ કરવામાં આવશે

હવે સરકાર પણ નકલી દવાઓથી છુટકારો મેળવવા એક્શનમાં જોવા મળી રહી છે. એટલા માટે તે આવી એપ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. જેમાં લોકો માત્ર QR કોડ સ્કેન કરીને તે દવા વિશે માહિતી મેળવી શકશે. જેમ કે દવામાં શું છે અને તેની એક્સપાયરી ડેટ કેટલી છે. દરેક વ્યક્તિ પોતાની દવા વિશે સચોટ માહિતી મેળવી શકશે.

આ દવાઓનો સમાવેશ કરવામાં આવશે

વાસ્તવમાં, QR કોડ સ્કેનરને લઈને, સરકાર પહેલા તે દવાઓને સૂચિમાં સામેલ કરવા માંગે છે જે બજારમાં સૌથી વધુ વેચાય છે. જેમ કે હૃદય રોગ માટેની દવાઓ, એન્ટિબાયોટિક્સ, પીડા રાહત અને એન્ટિ-એલર્જિક દવાઓ. કારણ કે મોટાભાગની છેતરપિંડી આ દવાઓમાં થાય છે. જે માર્કેટમાં બેસ્ટ સેલર છે. અથવા એમ કહીએ કે જે દવાઓ ખરીદવા માટે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનની પણ જરૂર નથી પડતી.

આ પણ વાંચો: 7મી થી 10 દિવસ ની ગૌરવ યાત્રા, મોદી 9 અને10 આવશે, તે પછી તરત જ ઉમેદવાર પસંદગી ની પ્રક્રિયા

આ પણ વાંચો:ભરૂચ જિલ્લામાં પણ કોંગ્રેસ હાંસિયામાં, 300થી વધુ આગેવાનો ભાજપમાં જોડાયા

આ પણ વાંચો:ઓક્ટોબર અંતમાં વિધાનસભા વિસર્જન, નવેમ્બરમાં બે તબક્કામાં ચૂંટણી અને ડિસેમ્બરમાં નવી સરકારની ચાલી રહી છે તૈયારી