Not Set/ મહારાષ્ટ્ર સરકાર/ કર્મચારીઓ આનંદો…અઠવાડિયામાં 5 દિવસ જ કરવું પડશે કામ

મહારાષ્ટ્ર સરકારે સરકારી કર્મચારીઓને મોટી રાહત આપવાની જાહેરાત કરી છે. ઉદ્ધવ ઠાકરે સરકારે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે પાંચ દિવસના સપ્તાહને મંજૂરી આપી દીધી છે. એટલે કે, હવે કર્મચારીઓને અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરવું પડશે. અને મહારાષ્ટ્રમાં હવેથી સરકારી કચેરીમાં અઠવાડિયામાં બે દિવસની રજા રહેશે.  આ નિર્ણય આજે મહારાષ્ટ્ર કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો હતો અને તે 29 ફેબ્રુઆરીથી અમલમાં આવશે. મહારાષ્ટ્ર […]

Top Stories India
mh મહારાષ્ટ્ર સરકાર/ કર્મચારીઓ આનંદો...અઠવાડિયામાં 5 દિવસ જ કરવું પડશે કામ

મહારાષ્ટ્ર સરકારે સરકારી કર્મચારીઓને મોટી રાહત આપવાની જાહેરાત કરી છે. ઉદ્ધવ ઠાકરે સરકારે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે પાંચ દિવસના સપ્તાહને મંજૂરી આપી દીધી છે. એટલે કે, હવે કર્મચારીઓને અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરવું પડશે. અને મહારાષ્ટ્રમાં હવેથી સરકારી કચેરીમાં અઠવાડિયામાં બે દિવસની રજા રહેશે. 

આ નિર્ણય આજે મહારાષ્ટ્ર કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો હતો અને તે 29 ફેબ્રુઆરીથી અમલમાં આવશે. મહારાષ્ટ્ર સરકારના કર્મચારીઓને હાલમાં દર મહિને બીજા અને ચોથા શનિવારની રજા મળે છે. સરકારનાં આ નિર્ણય બાદ સરકારી કર્મચારીને તમામ શની-રવી રજાનો લાભ મળશે

આ ઉપરાંત મહારાષ્ટ્ર સરકારે કોલેજોમાં રાષ્ટ્રગીત ગાવુ પણ ફરજિયાત બનાવ્યું છે. મહારાષ્ટ્રના પ્રધાન ઉદય સામંતે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારે 19 ફેબ્રુઆરીથી મહારાષ્ટ્રની તમામ કોલેજોમાં રાષ્ટ્રગીત ગાવાનું ફરજિયાત બનાવ્યું છે.

બિન-રહેણાંક વિસ્તારોમાં દુકાનો, મોલ અને રેસ્ટોરન્ટ્સ 24 કલાક કાર્યરત

આપને જણાવી દઈએ કે અગાઉ ઠાકરે સરકારે બિન-રહેણાંક વિસ્તારોમાં દુકાનો, મોલ અને રેસ્ટોરન્ટ્સ અંગે મોટો નિર્ણય લીધો હતો. મહારાષ્ટ્રના પર્યટન પ્રધાન આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે 26 જાન્યુઆરીથી મુંબઇના બિન-રહેણાંક વિસ્તારોમાં દુકાનો, મોલ અને રેસ્ટોરન્ટ ચોવીસ કલાક ખુલી શકે છે. તે વૈકલ્પિક છે, તેને ફરજિયાત બનાવવામાં આવશે નહીં.

લંડન અને મધ્યપ્રદેશના ઇંદોર શહેરમાં નાઇટલાઇફના દાખલા આપતાં આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે મુંબઈએ પણ લોકોને રાત્રે આવી સુવિધા પૂરી પાડવામાં પાછળ ન હટવું જોઈએ. મહાનગરમાં સેવાઓ 24 કલાક ચાલુ રહેવી જોઈએ. પત્રકારો સાથે વાત કરતાં તેમણે એમ પણ કહ્યું કે નાઇટલાઇફને ફક્ત પીવા સાથે જોડવું ખોટું છે. 

તેમણે કહ્યું હતું કે મુંબઈ 24 કલાક કામ કરે છે. જો ઓનલાઇન ખરીદી 24 કલાક ખુલ્લી હોઈ શકે છે, તો રાત્રે શા માટે દુકાનો અને વ્યવસાયિક મથકો બંધ રાખવો જોઈએ. રાત્રે દુકાનો અને મોલ ખોલવાનું ફરજિયાત નથી. જો તેઓ દુકાનોને ખુલ્લા રાખવા માંગતા હોય તો તે તેમના પર છે. કોઈ નિયમો બદલવામાં આવ્યા નથી. તેમણે કહ્યું કે અમે એક્સાઇઝના ધોરણો સાથે ચેડા કરી રહ્યા નથી. 

10 રૂપિયામાં ખોરાક આપતી ‘શિવ અન્ન’ યોજના લાગુ કરી
મહારાષ્ટ્ર સરકારે ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને 10 રૂપિયામાં ખોરાક આપવાનું પણ શરૂ કર્યું છે. ઉદ્ધવ ઠાકરે સરકારે 26 જાન્યુઆરીથી સમગ્ર રાજ્યમાં ‘શિવ અન્ન’ યોજના લાગુ કરી. આ યોજના હેઠળ રાજ્ય સરકાર પાઇલટ પ્રોજેક્ટ શરૂ કરવા માટે 6.4 કરોડ રૂપિયા ખર્ચ કરશે, જે ત્રણ મહિના સુધી ચાલશે. પાઇલટ પ્રોજેક્ટ અંતર્ગત દરેક જિલ્લા મથકોમાં ઓછામાં ઓછી એક ‘શિવ ફૂડ’ કેન્ટીન શરૂ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.