Under19 World Cup/ ICCએ અંડર-19 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું, ભારત પહેલી મેચ બાંગ્લાદેશ સામે રમશે,જાણો પૂરો કાર્યક્રમ

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આવતા વર્ષે યોજાનાર મેન્સ અંડર-19 વર્લ્ડ કપનું સુધારેલું શેડ્યૂલ જાહેર કર્યું છે.

Top Stories Sports
2 2 6 ICCએ અંડર-19 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું, ભારત પહેલી મેચ બાંગ્લાદેશ સામે રમશે,જાણો પૂરો કાર્યક્રમ

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આવતા વર્ષે યોજાનાર મેન્સ અંડર-19 વર્લ્ડ કપનું સુધારેલું શેડ્યૂલ જાહેર કર્યું છે. ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચ 20 જાન્યુઆરીએ બાંગ્લાદેશ સામે બ્લૂમફોન્ટેનમાં રમશે. ભારત ગ્રુપ Aમાં બાંગ્લાદેશ, આયર્લેન્ડ અને અમેરિકાની સાથે છે. આ ટુર્નામેન્ટ અગાઉ શ્રીલંકામાં યોજાવાની હતી, પરંતુ રાજકીય દખલગીરીના કારણે ICCએ શ્રીલંકા ક્રિકેટને સ્થગિત કરી દીધું છે. આવી સ્થિતિમાં અંડર-19 વર્લ્ડ કપ હવે દક્ષિણ આફ્રિકામાં યોજાશે.

બાંગ્લાદેશ સામેની મેચ બાદ ભારત 25 જાન્યુઆરીએ બ્લૂમફોન્ટેનમાં આયર્લેન્ડ સામે ટકરાશે. ટીમ ઈન્ડિયા 28 જાન્યુઆરીએ તેની છેલ્લી લીગ મેચમાં આ જ મેદાન પર અમેરિકા સામે ટકરાશે. ટુર્નામેન્ટની શરૂઆત 19 જાન્યુઆરીએ ડબલ હેડરથી થશે. બ્લૂમફોન્ટેનમાં આયર્લેન્ડનો મુકાબલો અમેરિકા સામે થશે. જ્યારે, યજમાન દક્ષિણ આફ્રિકા પોચેફસ્ટ્રુમમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ટકરાશે.

અંડર-19 વર્લ્ડ કપના ગ્રુપ
ગ્રુપ A: ભારત, બાંગ્લાદેશ, આયર્લેન્ડ અને યુએસએ.
ગ્રુપ બી: ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, સ્કોટલેન્ડ.
ગ્રુપ C: ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, નામિબિયા, ઝિમ્બાબ્વે.
ગ્રુપ ડી: અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, નેપાળ.

ભારતે અત્યાર સુધીમાં સૌથી વધુ પાંચ વખત અંડર-19 વર્લ્ડ કપ જીત્યો છે. ટીમ ઈન્ડિયા વર્ષ 2000, 2008, 2012, 2018 અને 2022માં ચેમ્પિયન બની છે. ઓસ્ટ્રેલિયાએ ત્રણ અને પાકિસ્તાને બે ટાઇટલ જીત્યા છે. બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ એક-એક વખત ટુર્નામેન્ટ જીતવામાં સફળ રહ્યા છે.

આ પણ વાંચો:અમરાઈવાડીમાં એસિડ એટેક, યુવતીને આપેલી ધમકીનું ઓડિયો રેકોર્ડિંગ આવ્યું સામે

આ પણ વાંચો:ગાય,ગંદકી અને રાજકારણ, પ્લાસ્ટિક ખાવાથી ગાયો મરે છે