Not Set/ કાનપુર એન્કાઉન્ટરનો માસ્ટરમાઇન્ડ વિકાસ દુબે પોલીસનાં હથ્થે

કાનપુર એન્કાઉન્ટરમાં મુખ્ય સુત્રધાર વિકાસ દુબે પોલીસનાં હથ્થે ચઢી ગયો છે. ઉત્તર પ્રદેશનાં કાનપુરમાં ગત સપ્તાહે આઠ પોલીસકર્મીઓની નિર્દયતાથી હત્યા કરવાના આરોપમાં કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબેની ઉજ્જૈનમાં ધરપકડ કરવામાં આવી છે. વિકાસ દુબે ઉજ્જૈનનાં મહાકાલનાં દર્શનાર્થે ગયો હતો, ત્યારે ત્યાંના ગાર્ડે તેને ઓળખી લીધો હતો. જે બાદ ત્યાંની પોલીસ એક્શનમાં આવી અને તેને ત્યાં ઘેરી લેવામાં […]

India
69270956296545c83be25a902d846234 1 કાનપુર એન્કાઉન્ટરનો માસ્ટરમાઇન્ડ વિકાસ દુબે પોલીસનાં હથ્થે

કાનપુર એન્કાઉન્ટરમાં મુખ્ય સુત્રધાર વિકાસ દુબે પોલીસનાં હથ્થે ચઢી ગયો છે. ઉત્તર પ્રદેશનાં કાનપુરમાં ગત સપ્તાહે આઠ પોલીસકર્મીઓની નિર્દયતાથી હત્યા કરવાના આરોપમાં કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબેની ઉજ્જૈનમાં ધરપકડ કરવામાં આવી છે. વિકાસ દુબે ઉજ્જૈનનાં મહાકાલનાં દર્શનાર્થે ગયો હતો, ત્યારે ત્યાંના ગાર્ડે તેને ઓળખી લીધો હતો. જે બાદ ત્યાંની પોલીસ એક્શનમાં આવી અને તેને ત્યાં ઘેરી લેવામાં આવ્યો.

કાનપુરનાં ચૌબેપુરમાં, ફરાર વિકાસ દુબે પહેલા દિલ્હી-એનસીઆર પહોંચ્યો, પરંતુ પોલીસનો ભારે બંદોબસ્ત જોયા બાદ તે ફરીથી મધ્યપ્રદેશનાં ઉજ્જૈન જિલ્લામાં પહોંચ્યો હતો, જ્યાં તેની મધ્ય પ્રદેશની પોલીસે ધરપકડ કરી હતી. જણાવી દઇએ કે, ગુરુવારે સવારે પોલીસે બે એન્કાઉન્ટર કર્યા હતા. એક કાનપુરમાં અને બીજો ઇટાવાહમાં. જેમાં વિકાસ દુબેનાં બે સાથીદારોએ ઠાર કર્યા છે.