Not Set/ અમરેલીમાં પણ દલિત સમાજ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન, મહારાષ્ટ્રના સીએમને રાજીનામું આપવા કરાઈ માંગ

પુણેના ભીમા-કોરેગાંવમાં ભડકેલી હિંસામાં સમ્રગ મહારાષ્ટ્ર રાજ્યમાં ઠેર-ઠેર જગ્યાએ વિરોધ પ્રદર્શન, આગચંપી અને તોડફોડના બનાવો સામે આવ્યા હતા. આ હિંસાનો પડઘો ગુજરાતમાં પડ્યા બાદ શુક્રવારે અમરોલી ખાતે દલિત સમાજ દ્વારા અચોક્કસ મુદ્દતના ધરણા કરી વિરોધ નોંધાવી રહ્યા છે. જેમાં બેનરો સાથે મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. અમરેલીમાં વિરોધ પ્રદર્શનમાં મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ રાજીનામું આપો, […]

Gujarat
koregaon અમરેલીમાં પણ દલિત સમાજ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન, મહારાષ્ટ્રના સીએમને રાજીનામું આપવા કરાઈ માંગ
પુણેના ભીમા-કોરેગાંવમાં ભડકેલી હિંસામાં સમ્રગ મહારાષ્ટ્ર રાજ્યમાં ઠેર-ઠેર જગ્યાએ વિરોધ પ્રદર્શન, આગચંપી અને તોડફોડના બનાવો સામે આવ્યા હતા. આ હિંસાનો પડઘો ગુજરાતમાં પડ્યા બાદ શુક્રવારે અમરોલી ખાતે દલિત સમાજ દ્વારા અચોક્કસ મુદ્દતના ધરણા કરી વિરોધ નોંધાવી રહ્યા છે. જેમાં બેનરો સાથે મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી.
અમરેલીમાં વિરોધ પ્રદર્શનમાં મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ રાજીનામું આપો, સીબીઆઈ તપાસ કરો જેવા બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જયારે રામપુરા ખાતે હડકસા માતાજીના મંદિરે સ્વાભિમાન સંગઠન સંસ્થાના નેજા હેઠળ મનુવાદીઓની સદ્દબુદ્ધિ માટે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આગેવાનોએ જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્વારા દલિતો પર થયેલા હુમલા અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં ન આવતા દલિતો નારાજ છે.