Gujarat Visit/ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદ અને રાજકોટની મુલાકાત લેશે,સિવિલમાં નવી બિલ્ડિગનું લોકાર્પણ કરશે

આજે વડાપ્રધાન અમદાવાદ અને રાજકોટની મુલાકાત લેશે રાજકોટના જામ કંડોરણામાં સભા સંબોધશે અને અમદાવાદ સિવિલમાં નવી બિલ્ડીંગનું લોકાર્પણ કરશે

Top Stories Gujarat
8 11 વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદ અને રાજકોટની મુલાકાત લેશે,સિવિલમાં નવી બિલ્ડિગનું લોકાર્પણ કરશે

પીએમ મોદી ના ગુજરાત પ્રવાસ નો ત્રીજો દિવસ છે આજે વડાપ્રધાન અમદાવાદ અને રાજકોટની મુલાકાત લેશે રાજકોટના જામ કંડોરણામાં સભા સંબોધશે અને અમદાવાદ સિવિલમાં નવી બિલ્ડીંગનું લોકાર્પણ કરશે. પીએમ મોદી સાંજે અમદાવાદ થી મધ્ય પ્રદેશ જવા માટે રવાના થશે

11 ઓક્ટોબર, 2022નો કાર્યક્રમ

સવારે 9.30 કલાકે જામકંડોરણા જવા રવાના થશે.

● જામકંડોરણામાં જંગી જનસભાને સંબોધન કરશે.

● બપોરે રાજકોટથી અમદાવાદ પહોંચશે પીએમ.

● બપોરે 1 કલાકે અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જનસભાને સંબોધન કરશે.

● સાંજે 4 કલાકે અમદાવાદ એરપોર્ટથી મધ્યપ્રદેશ જવા રવાના થશે.

 

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાને ગઇકાલે અનેક વિકાસના કાર્યોનું લોકાર્પણ કર્યું હતું,ગુજરાતના પનોતા પુત્ર અને દેશને આત્મનિર્ભર ભારતની દિશા આપનાર દેશના પ્રઘાનસેવક નરેન્દ્રભાઇ મોદીએ આમોદ, આંણદ અને છારોડી પછી જામનગર ખાતે આશરે રૂ. 1448 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી વિકાસના કાર્યોની ભેટ આપી હતી. આ કાર્યક્રમમાં રાજયના મ્રુદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબે દેશના પ્રઘાનસેવકને તાંબાની કોતરણી વાળો ગરબો, બાંઘણીનો ખેસ ઓઢાળી ઉમળકા ભેર સ્વાગત કર્યુ. આ કાર્યક્રમમાં સાંસદ પુનમબેન માડમે જામનગરની પ્રખ્યાત બાંઘણી અને દ્વારકાઘીશ ભગવાનની ફોટો ફ્રેમ ભેટ આપી ઉષ્મા ભર્યુ સ્વાગત કર્યુ. ધારાસભ્ય આર.સી.ફળદુ અને  ધર્મેન્દ્રસિંહ જાડેજાએ શંખ અને ચાંદીની તલવાર વડે વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીનું સ્વાગત કર્યુ.