ગોલ્ડ કોસ્ટ,
ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં આયોજીત કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓની મેડલ જીતવાનો સિલસિલો ચાલુ રહ્યો છે. કોમનવેલ્થ ગેઇમ્સમાં 10માં દિવસે ભારતે 4 ગોલ્ડ સહિત 6 મેડલ મેળવ્યા હતા.
સીડબલ્યુજીમાં એક વખત ફરીથી દેશનો તિંરગો લહેરાવતા બોક્સર મેરી કોમે ભારતને વધુ એક ગોલ્ડ અપાવ્યા બાદ અન્ય બે ખેલાડીઓ શૂટર સંજીવ રાજપૂત અને બોક્સર ગૌરવ સોલંકીએ ભારતને બીજા બે ગોલ્ડ અપાવ્યા છે.
ભાલા ફેંકમાં ભારતના ઇતિહાસમાં પહેલીવાર નીરજ ચોપરાએ ગોલ્ડ જીત્યો હતો.નીરજ ચોપરાએ 86.47 મીટર સુધીનો થ્રો કર્યો હતો જે આ સીઝનનો સર્વશ્રેષ્ઠ છે.
શૂટર સંજીવ રાજપૂતે 50 મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં ગોલ્ડ મેળવ્યો છે જ્યારે ગૌરવ સોલંકીએ બોક્સિંગમાં 52 કિલોગ્રામ વજન વર્ગમાં ગોલ્ડ મેળવી ભારતના ફાળે ગોલ્ડનો આંકડો 20 પર પહોંચાડ્યો છે.
આ સાથે જ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના ખાતે કુલ 20 ગોલ્ડ થઈ ગયા છે.
મેરી કોમે શનિવારના રોજ 21મા રાષ્ટ્રમંડલ રમતોના 10મા દિવસે શનિવારના રોજ મહિલા બોક્સિંગની 45-48 કિલોગ્રામ કેટેગરીની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો છે. આ દિગ્ગજ બોક્સરે ફાઇનલમાં ઇંગલેન્ડની ક્રિસ્ટિના ઓ ને હરાવી 5-0થી માત આપીને પહેલી વખત કોમનવેલ્થ ગેમમાં મેડલ મેળવ્યો હતો