કર્ણાટક માં ગુરુવારે ભૂકંપ આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 માપવામાં આવી છે. ભૂકંપના આંચકા અનુભવાયા બાદ લોકો ઘરની બહાર રસ્તા પર આવી ગયા હતા. હાલમાં આ ભૂકંપને કારણે કોઈ જાનહાની કે જાનહાનિના અહેવાલ જોકે ક્યાય જોવા મળ્યા નથી તેમ છ્તા આ પહેલા બુધવારે પણ ચિક્કાબલ્લાપુરામાં ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા.
બેંગલુરુ નજીક ચિક્કાબલ્લાપુર જિલ્લામાં બુધવારે સવારે સતત બે દિવસ સુધી હળવા આંચકા અનુભવાયા હતા. કર્ણાટક સ્ટેટ નેચરલ ડિઝાસ્ટર મોનિટરિંગ સેન્ટર અહેવાલો અનુસાર, સવારે લગભગ 7.10 અને 7.15 વાગ્યે આવેલા ભૂકંપનું કેન્દ્ર મંડકલ અને ભોગપર્થી ગામોની નજીક હતું. તેમની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.9 અને ત્રણ માપવામાં આવી હતી.
આ પણ વાંચો :કફોડી હાલત / કોરોનાના લીધે 20 મહિનાથી બપોરની સુરેન્દ્રનગર ટ્રેન બંધ હાલતમાં જોવા મળી રહી છે
ભૂકંપની તીવ્રતા ઓછી હતી અને આંચકા મહત્તમ 10 કિમીથી 15 કિમીની રેન્જમાં અનુભવાયા હશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “આ પ્રકારના ભૂકંપથી સ્થાનિક સમુદાયને કોઈ નુકસાન થતું નથી, પરંતુ સ્થાનિક સ્તરે નાના આંચકા અનુભવી શકાય છે.” સમુદાયને ગભરાવાની જરૂર નથી, કારણ કે તેની તીવ્રતા ઓછી છે, અને વિનાશક નથી.
ભૂકંપ કેમ આવે છે?
પૃથ્વી અનેક સ્તરોમાં વહેંચાયેલી છે અને જમીન નીચે અનેક પ્રકારની પ્લેટો છે. આ પ્લેટો એકસાથે અટવાઇ જાય છે, પરંતુ કેટલીકવાર આ પ્લેટો સરકી જાય છે, જેના કારણે ભૂકંપ આવે છે. ક્યારેક તે વધુ કંપન કરે છે અને તેની તીવ્રતા વધે છે. ભારતમાં, પૃથ્વીના આંતરિક સ્તરોમાં ભૌગોલિક હિલચાલના આધારે કેટલાક ઝોન નક્કી કરવામાં આવ્યા છે અને કેટલાક સ્થળોએ તે વધારે છે અને કેટલાક સ્થળો ઓછા છે.
આ પણ વાંચો :ગુજરાત /અસિત વોરાની હકાલપટ્ટી નિશ્ચિત, સાંજ સુધીમાં આપી શકે છે રાજીનામુ …