MANTAVYA Vishesh/ અગ્નિ-5 મિસાઈલનું પરિક્ષણ : 500 કિમી દૂર દરિયા કિનારે ચીને જાસુસી જહાજ કર્યું તહેનાત

ભારતે અગ્નિ શ્રેણીની સૌથી ઘાતક મિસાઈલનું પરીક્ષણ કર્યું છે.અગ્નિ-5 મિસાઈલમાં એટલી બધી વિશેષતાઓ છે કે તેને દિવ્યસ્ત્ર પણ કહેવામાં આવે છે.

Top Stories Mantavya Exclusive Mantavya Vishesh
Mantavya Vishesh
  • ભારતને મળ્યું ‘દિવ્યસ્ત્ર’
  • અગ્નિ-5 વિશેષતા દુશ્મનોના હોશ ઉડાવી દેશે
  • અગ્નિ-5 એકસાથે અનેક શસ્ત્રોનું વહન કરી શકે છે.
  • અગ્નિ-5 મિસાઈલ ટેસ્ટ પર ચીનના જહાજે રાખી નજર 
  • 500 કિમી દૂર તહેનાત કર્યું ચીની જહાજ
  • જહાજ ટેસ્ટના એક દિવસ પહેલા જ આવી પહોંચ્યું

ભારતે અગ્નિ શ્રેણીની સૌથી ઘાતક મિસાઈલનું પરીક્ષણ કર્યું છે.અગ્નિ-5 મિસાઈલમાં એટલી બધી વિશેષતાઓ છે કે તેને દિવ્યસ્ત્ર પણ કહેવામાં આવે છે. મિશન દિવ્યસ્ત્ર પૂર્ણ કર્યા પછી, ભારત એક મિસાઈલથી અનેક પરમાણુ હથિયારો મોકલવાની ક્ષમતા ધરાવતા પસંદગીના દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે. ત્યારે અગ્નિ-5 મિસાઈલના સફળ પરીક્ષણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર 5,000 કિમીથી વધુની રેન્જ ધરાવતી અગ્નિ-5 મિસાઈલના ફ્લાઇટ ટેસ્ટની જાહેરાત કરી હતી.અગ્નિ 5 પાસે ‘મિશન દિવ્યસ્ત્ર’ હેઠળ MIRV મલ્ટીપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ ટેકનોલોજી છે.PM મોદીએ પોતાની એક્સ પોસ્ટમાં લખ્યું હતું તે, ‘આપણા DRDO વૈજ્ઞાનિકોના મિશન દિવ્યસ્ત્ર પર ગર્વ છે.દિવ્યસ્ત્ર એ મલ્ટીપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ ટેકનોલોજીથી સજ્જ સ્વદેશી રીતે વિકસિત અગ્નિ-5 મિસાઇલનું પ્રથમ ઉડાન પરીક્ષણ છે.

તો MIRV અર્થ છે એક મિસાઇલ જે દરેક વોરહેડ સાથે અનેક પરમાણુ શસ્ત્રો વહન કરે છે અને સેકડો કિલોમીટર દૂર અલગ-અલગ લક્ષ્યોને જુદી જુદી ગતિએ પ્રહાર કરી શકે છે.ત્રણેય સૈન્યના સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડમાં અત્યાર સુધી સમાવિષ્ટ તમામ અગ્નિ શ્રેણીની મિસાઈલો સમાન હથિયાર લઈ જઈ શકે છે.ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દુશ્મન બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ્સને હરાવવા માટે MIRVs અને ‘બુદ્ધિશાળી રી-એન્ટ્રી વ્હિકલ’ પર ઘણા વર્ષોથી કામ કરી રહ્યું છે.ત્યારે આવી સ્થિતિમાં જો કોઈ દુશ્મન દેશ પહેલા મિસાઈલ હુમલો કરે છે તો તેના જવાબમાં અસરકારક હુમલો કરી શકાય છે.અગ્નિ-5 મિસાઇલના ત્રણ તબક્કાના ફ્લાઇટ ટેસ્ટને ઓડિશાના દરિયાકિનારે ડૉ એપીજે અબ્દુલ કલામ આઇલેન્ડ પર વિવિધ ટેલિમેટ્રી અને રડાર સ્ટેશનો દ્વારા ટ્રેક અને મોનિટર કરવામાં આવ્યું હતું.અને  આ પ્રસંગે DRDOએ કહ્યું હતું કે, ‘મિશન નિર્ધારિત માપદંડોને પૂર્ણ કરે છે.જોકે ટેસ્ટ ફ્લાઈટમાં મિસાઈલમાં કેટલા હથિયારો ફીટ કરવામાં આવ્યા હતા તેની કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.પરંતું અહેવાલો અનુંસાર અગ્નિ-5નું પરીક્ષણ ત્રણ વોરહેડ્સ સાથે કરવામાં આવ્યું હતું.જેની રેન્જ લગભગ 3,500-કિમી સુધી મર્યાદિત હતી કારણ કે તે પ્રથમ MIRV ફ્લાઇટ હતી.

ત્યારે મિસાઈલના પરિક્ષણ સાથે જ ભારત એલિટ ક્લબમાં જોડાયું  છે. હાલમાં, માત્ર અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ પાસે સબમરીનથી પ્રક્ષેપિત MIRV મિસાઇલો છે, જ્યારે ચીન પાસે જમીન પરથી ઉડતી મિસાઇલો છે. તો રશિયા પાસે જમીન અને સમુદ્ર બંનેમાંથી છોડવામાં સક્ષમ MIRV મિસાઇલો છે.બીજી તરફ પાકિસ્તાન પણ MIRV મિસાઈલ વિકસાવી રહ્યું છે..ત્યારે ભારતે પણ અગ્નિ 5 ના સફળ પરિક્ષણ બાન સાબિત કરી દીધું છે કે MIRV મિસાઈલોમાં સામેલ ‘કોમ્પ્લેક્સ કોર ટેક્નોલોજી’ના મામલે ભારત પણ પાછળ નથી. જોકે, સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડને આ મિસાઇલોને તેના કાફલામાં સામેલ કરવામાં સમય લાગશે.ચીને તેની ડોંગ ફેંગ-41 (DF-41)ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ સહિતની 12,000 કિમીથી વધુની સ્ટ્રાઇક રેન્જ સહિત લાંબા અંતરની મિસાઇલોનું પ્રચંડ શસ્ત્રાગાર બનાવ્યું છે. વધુમાં, ચીન પાસે હવે 500 થી વધુ પરમાણુ હથિયારો પણ  તૈયાર છે અને 2030 સુધીમાં આવા હથિયારોની સંખ્યા 1,000ને વટાવી શકે તેવી પણ શક્યતા છે. ત્યારે એક તરફ સેટેલાઈટ ઈમેજી દર્શાવે છે કે ચીન 300 થી વધુ નવી મિસાઈલ સિલો પણ બનાવી રહ્યું છે.

અનુમાન મુજબ ભારત પાસે 164 અને પાકિસ્તાન પાસે 170 હથિયાર છે.તો એક વરિષ્ઠ સૈન્ય અધિકારીના કહેવા પ્રમાણે ‘પરમાણુ હથિયારો યુદ્ધ લડવા માટે નથી, પરંતુ જો કોઈ પહેલા હુમલો કરશે તો ભારત જવાબમાં દુશ્મનને ડંખ મારવા તૈયાર રહેશે. તેમનું કહેવું છે કે ‘MIRV મિસાઈલ એક સારો વિકલ્પ છે કારણ કે અમારી પાસે મર્યાદિત સંખ્યામાં મિસાઈલો છે.દરિયાઈ પ્રક્ષેપણ પરમાણુ શસ્ત્રોની ક્ષમતા હાંસલ કરવા માટે આપણે ઘણી લાંબી સફર કાપવાની છે.અને આ માટે આપણે પરમાણુ સંચાલિત સબમરીન અને પરમાણુ હથિયાર વહન કરતી મિસાઈલ બનાવવી જ પડશે.

તો ભારતની અગ્નિ-5 મિસાઈલનું  ઓડિશાના દરિયાકાંઠે ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જેના પર ચીનના ગુપ્તચર જહાજ દ્વારા નજર રાખવામાં આવી રહી હતી.7 માર્ચે, ભારતે પરીક્ષણ માટે ચેતવણી જારી કરી હતી.અને આના થોડા દિવસો પહેલા જ બેઇજિંગે ભારતીય દરિયાકાંઠાથી થોડા અંતરે આંતરરાષ્ટ્રીય જળસીમામાં એક કથિત રિસર્ચ જહાજ તહેનાત કર્યું હતું.અહેવાલો અનુસાર, ચીને આ જહાજ ભારતમાં મિસાઈલ પરીક્ષણ પર નજર રાખવા માટે મોકલ્યું હતું.આ સિવાય ચીનનું બીજું જહાજ માલદીવમાં પહેલેથી જ તહેનાત છે. મેરીટાઇમ ટ્રાફિક ડેટા અનુસાર, ચીની જહાજ જિયાંગ યાંગ હોંગ-01 23 ફેબ્રુઆરીએ ચીનના દરિયાકાંઠેથી રવાના થયું હતું..

તે પરીક્ષણના એક દિવસ પહેલા 10 માર્ચે બંગાળની ખાડીમાં પ્રવેશ્યું હતું…અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીની જહાજ હવે વિશાખાપટ્ટનમના દરિયાકિનારાથી માત્ર 480 કિલોમીટર દૂર છે…. તો ભારતે અગ્નિ શ્રેણીની સૌથી ઘાતક મિસાઈલનું પરીક્ષણ કર્યું છે. અગ્નિ-5 મિસાઈલમાં એટલી બધી વિશેષતાઓ છે કે તેને દિવ્યસ્ત્ર પણ કહેવામાં આવે છે…અને મિશન દિવ્યસ્ત્ર પૂર્ણ કર્યા પછી, ભારત એક મિસાઈલથી અનેક પરમાણુ હથિયારો મોકલવાની ક્ષમતા ધરાવતા પસંદગીના દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે.તો તે મલ્ટીપલ ઈન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ (MIRV) ટેકનોલોજીથી સજ્જ છે… એટલે કે તેને એકસાથે અનેક ટાર્ગેટ પર લોન્ચ કરી શકાય છે.અને સમગ્ર ચીન અને અડધો યુરોપ આ મિસાઈલની રેન્જમાં છે… તો મિસાઈલની રેન્જ 5 હજાર કિલોમીટર છે. તે દોઢ ટન સુધીના પરમાણુ હથિયારો લઈ જઈ શકે છે….તેની ઝડપ મેક 24 છે, એટલે કે અવાજની ગતિ કરતા 24 ગણી વધુ છે.

ત્યારે ભારત સિવાય દુનિયામાં અત્યાર સુધીમાં માત્ર 5 દેશો એવા છે કે જેઓ MIRV ટેક્નોલોજીથી સજ્જ મિસાઈલો ધરાવે છે. જેમાં ચીન, અમેરિકા, રશિયા, બ્રિટન અને ફ્રાન્સનો સમાવેશ થાય છે…. તમને જણાવી દઈએ કે ભારતે 7 માર્ચે મિસાઈલ પરીક્ષણ માટે નોટિસ ટુ એર મિશન (NOTAM) જારી કરી હતી. તેનો ઉદ્દેશ્ય આસપાસના દેશોને મિસાઈલ પરીક્ષણ વિશે માહિતી આપવાનો હતો.

તો અગાઉ પણ ચીનના જહાજો ભારતના મિસાઈલ પરીક્ષણની જાસૂસી કરવા આવ્યા હતા.આ પહેલીવાર નથી કે જ્યારે ચીને ભારતમાં મિસાઈલ પરીક્ષણ પહેલા હિંદ મહાસાગર ક્ષેત્રમાં તેના જાસૂસી જહાજને તહેનાત કર્યા હોય. વર્ષ 2022માં પણ ભારતે નોટમ જાહેર કર્યું હતું, ત્યારબાદ ચીને યુઆન વાંગ-06 સંશોધન જહાજ મોકલ્યું હતું. જોકે, બાદમાં ભારતે પરીક્ષણ રદ કર્યું હતું.અને આ વર્ષે ડિસેમ્બરમાં ભારતે ફરી એકવાર અગ્નિ-5 મિસાઈલના પરીક્ષણ માટે નોટમ જારી કર્યું હતું.ત્યારબાદ ચીને તેનું બીજું સંશોધન જહાજ યુઆન વાંગ-05 હિંદ મહાસાગર ક્ષેત્રમાં મોકલ્યું. ત્યારે ચીનના કેટલાક નિષ્ણાતો એવું પણ માને છે કે ભારતની અગ્નિ-5 મિસાઈલની રેન્જ 5 હજાર કિમીથી વધુ છે.

તો ચીનને ડર છે કે  અગ્નિ-5ની રેન્જ 8 હજાર કિમી સુધીની છે. 2012માં ચીનની મિલિટરી સાયન્સ એકેડમીના એક સંશોધકે  જણાવ્યું હતું કે અગ્નિ-5ની સાચી રેન્જ 8 હજાર કિમી સુધીની હોઈ શકે છે.ચીન પાસે ઘણા જાસૂસી જહાજો છે. તે કહી શકે છે કે તે સંશોધન માટે આ જહાજોનો ઉપયોગ કરે છે, પરંતુ તેમની પાસે શક્તિશાળી લશ્કરી સર્વેલન્સ સિસ્ટમ છે. તો આંધ્રપ્રદેશ, કેરળ અને તમિલનાડુના ઘણા દરિયાકિનારા માલદીવ અને શ્રીલંકાના બંદરો પર આવતા ચીની જહાજોના પ્રભાવ હેઠળ આવે છે. ચીનના જાસૂસી જહાજો હાઈટેક ઈવેસ્ડ્રોપિંગ સાધનોથી સજ્જ છે. એટલે કે નજીકના દેશોના બંદરો પર ઉભા રહીને તે ભારતના આંતરિક ભાગો સુધીની માહિતી એકઠી કરી શકે છે.આ જહાજો જાસૂસી કરે છે અને બેઇજિંગમાં જમીન-આધારિત ટ્રેકિંગ સ્ટેશનોને સંપૂર્ણ માહિતી મોકલે છે. ચીન યુઆન વાંગ વર્ગના જહાજો દ્વારા ઉપગ્રહો, રોકેટ અને ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલોના પ્રક્ષેપણ પર નજર રાખે છે.યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટના રિપોર્ટ અનુસાર, આ જહાજ ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ની સ્ટ્રેટેજિક સપોર્ટ ફોર્સ (SSF) દ્વારા સંચાલિત છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સિધ્ધપુરમાં જીએસટીના ઓફિસ બોયની લાંચ લેતા ધરપકડ

આ પણ વાંચો:રાજ્યમાં મનોરંજન પાર્કને લઈ સરકાર એક્શનમાં, કાયદાકીય મામલાઓ માટે કર્યું કમિટીનું ગઠન

આ પણ વાંચો:જ્યારે MLA ઠોકી રહ્યા છે તાલ, દિગ્ગજો કેમ કરી રહ્યા છે ના ? ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓને…

આ પણ વાંચો:બાળકો અને મહિલાઓમાં ડાયાબિટીસના કેસ ચિંતાજનક વધારો