Not Set/ બીજેપી કાર્યાલયમાં પ્રજ્ઞા ઠાકુરની ચાર કલાક ચાલી ક્લાસ, સમજી વિચારીને બોલવાની અપાઇ સલાહ

ભોપાલ, બીજેપીએ ભોપાલથી પ્રજ્ઞા ઠાકુરને ઉમેદવાર બનાવી છે. ભાજપ દ્વારા પ્રજ્ઞા ઠાકુરનાં ભૂતકાળને જોતા પણ ટીકીટ અપાતા દેશની વિપક્ષીય પાર્ટીઓ પોતાનો વિરોધ દર્શાવી રહી છે. હાલમાં જ તેણે મુંબઇ હુમલામાં શહીદ થયેલા હેમંત કરકરેને લઇને એક વિવાદિત નિવેદન આપ્યુ હતુ, વિવાદ વધુ સર્જાતા તેણે પોતાનુ નિવેદન પાછુ ખેચ્યું હોવાનુ સુત્રો જણાવી રહ્યા છે. મળતી માહિતી […]

Top Stories
bjp office bhopal 24 10 2018 બીજેપી કાર્યાલયમાં પ્રજ્ઞા ઠાકુરની ચાર કલાક ચાલી ક્લાસ, સમજી વિચારીને બોલવાની અપાઇ સલાહ

ભોપાલ,

બીજેપીએ ભોપાલથી પ્રજ્ઞા ઠાકુરને ઉમેદવાર બનાવી છે. ભાજપ દ્વારા પ્રજ્ઞા ઠાકુરનાં ભૂતકાળને જોતા પણ ટીકીટ અપાતા દેશની વિપક્ષીય પાર્ટીઓ પોતાનો વિરોધ દર્શાવી રહી છે. હાલમાં જ તેણે મુંબઇ હુમલામાં શહીદ થયેલા હેમંત કરકરેને લઇને એક વિવાદિત નિવેદન આપ્યુ હતુ, વિવાદ વધુ સર્જાતા તેણે પોતાનુ નિવેદન પાછુ ખેચ્યું હોવાનુ સુત્રો જણાવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, તેના આ પ્રકારનાં નિવેદન બાદ બીજેપીએ રવિવારે પ્રજ્ઞા ઠાકુરને ભાજપા કાર્યાલયમાં બોલાવી ભડકાઉ ભાષણ ન દેવા અને તેનાથી બચવાની સલાહ આપી છે.

પ્રજ્ઞા ઠાકુરનું નામ 2008 માલેગાંવ બોમ્બ બ્લાસ્ટમાં મુખ્ય આરોપી તરીકે સામે આવ્યુ હતુ. તેણે પોતાના પર લાગેલા કેસ અને જેલમાં તેની સાથે શું કરવામાં આવ્યુ હતુ તે વિશે જાહેર સભામાં જણાવ્યુ હતુ. જો કે પ્રજ્ઞા ઠાકુરનાં વિવાદિત ભાષણ પર ચૂંટણી પંચે બે નોટીસ મોકલી છે. સાથે આગળ પ્રજ્ઞા ઠાકુર દ્વારા કોઇ વિવાદિત નિવેદન કે ભડકાઉ ભાષણ ન અપાય તે માટે તેને ભાજપા કાર્યાલયમાં બોલાવી કોઇપણ વિવાદિત નિવેદન ન આપવા સલાહ આપવામાં આવી હોવાનુ સુત્રો જણાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહમાં ભાજપામાં જોડાવવાની સાથે જ તેને ભોપાલ લોકસભા સીટથી ઉમેદવાર ઘોષિત કરી દેવામાં આવ્યા. જે બાદ પ્રજ્ઞા ઠાકુર વિવાદિત નિવેદન આપી મીડિયામાં વધુ ચર્ચામાં આવી ગઇ હતી. તેના નિવેદનની ચૌ તરફથી નિંદા થતા બીજેપીને નુકસાન થવાની પૂરી સંભાવનાઓ વર્તાઇ હતી. જેને કાબુમાં રાખવા બીજેપીએ પ્રજ્ઞા ઠાકુરને પોતાના નિવેદનમાં સંયમ વર્તવાની સલાહ આપી છે.