ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર બેફામ બની રહ્યો છે, એક પછી એક ડ્રગ્સ કાંડ સામે આવી રહ્યા છે. અમદાવાદ, સુરત કચ્છ બાદ હવે દ્વારકામાંથી પણ ડ્રગ્સ મળી આવ્યું છે. અહીં પોલીસે 66 કિલો ડ્રગ્સ ઝડપ્યું છે. જણાવીએ કે, દરિયાઈ માર્ગેથી આવતો 66 કિલો ડ્રગ્સ જપ્ત કરાયુ છે. આંતરાષ્ટ્રીય કિંમત પ્રમાણે અંદાજે 350 કરોડની કિંમતનું ડ્રગ્સ છે. આ ડ્રગ્સનો જથ્થો 66 કિલો છે. જેમાં 16 કિલો હેરોઈન છે જ્યારે 50 કિલો એમડી ડ્રગ્સ છે. દેવભૂમિ દ્વારકાના આરાધના ધામ પાસેથી ઝડપાયેલા આ ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રી બજારમાં કરોડોની થાય છે.
આ દરોડો દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ ટીમ, એલસીબી, એસઓજી તથા બહારથી આવેલી એટીએસ ટીમે પણ પાડયો હોવાનું જાણવા મળ્યુ છે. દિવાળી બાદ પ્રથમ વખત ઓપરેશન હાથ ધરીને મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાતા ભારે સનસનાટી મચી ગઈ છે.
તાજેતરમાં મુંદ્રામાંથી 3 હજાર કિલોનું ડ્રગ્સ ઝડપાયું હતું. પોરબંદરના દરિયા કિનારેથી પણ ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અને હવે દ્વારકાના દરિયા કિનારાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો :થાનગઢમા ભૂમાફયાઓએ ખોદી નાખ્યા ગૌચર ,પશુપાલકોમાં રોષ ભરાયો
આપને જણાવી દઈએ કે, આજે સુરતમાંથી પણ ડ્રગ્સ કાંડ સામે આવ્યું છે. અહીં 5.85 લાખનું MD ડ્રગ્સ ઝડપાયું છે. જેમાં પ્રવીણ બીસનોઈ નામના વ્યક્તિની ધરપકડ કરાઈ છે. સુરતના પુણા પાસેની નિયોલ ચોકડી પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. રાજસ્થાનથી સુરત ડ્રગ્સ લાવવામાં આવ્યુ હતું. આ ઘટનામાં પોલીસે એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો છે.
આ પણ વાંચો :સુરતમાં MD ડ્રગ્સ સાથે એકની ધરપકડ, લાખોની કિંમતનો માલ જપ્ત
આ પણ વાંચો : મોડાસાના પ્રાંત અધિકારીની સાયબર ક્રાઇમે કરી ધરપકડ,યુવતીને અશ્લીલ મેસેજ મોકલવાનો આરોપ
આ પણ વાંચો :આ ચોકમાં હવે નહીં જોવા મળે ઈંડા-નોનવેજની લારીઓ, મનપા દ્વારા કરાઈ કાર્યવાહી
આ પણ વાંચો :LRD ભરતીના ફોર્મ ભરવા માટે નો આજે છેલ્લો દિવસ,1થી 10 ડિસેમ્બર સુધીમાં ફિઝિકલ ટેસ્ટ શરુ થઈ શકે છે
